Russia Ukraine War: રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધના બે અઠવાડિયાથી વધારે સમય વીતી ગયો છે. તેમ છતાં ત્યાંની સ્થિતિ ખુબ જ વિકટ છે. રશિયન આર્મી યુક્રેન પર સતત આક્રમણ કરી રહી છે, તો બીજી બાજુ યુક્રેન રશિયન આર્મી સામે ટસથી મસ થવા તૈયાર નથી. રશિયન હુમલા પછી યુક્રેનના ઘણા શહેરો બર્બાદ થઈ ચૂક્યા છે. યુદ્ધમાં માત્ર યુક્રેનના જાન માલને જ નુકસાન થઈ રહ્યું નથી, પરંતુ ઘણા રશિયન સૈનિકો માર્યા જવાના અહેવાલો સામે આવ્યા છે. યુદ્ધમાં બન્ને દેશોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ તમામ વાતો વચ્ચે યુક્રેનના એક ખેડૂતનો અહેવાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલની બહાર આવતા જ 15 અરબનો માલિક બન્યો યુક્રેની કિસાન
અહેવાલ અનુસાર, રશિયન-યુક્રેન યુદ્ધ વચ્ચે એક યુક્રેની ખેડૂત જંગલમાં ફરવા ગયો હતો. આ ગરીબ ખેડૂત જ્યારે બહાર નીકળ્યો ત્યારે 15 અરબનો માલિક બની ચૂક્યો હતો. જોકે, યુક્રેની ખેડૂતને જંગલની અંદરથી રશિયલ મિલિટ્રીની એક યુદ્ધપોત મળ્યું. આ ખેડૂતે તેની ચોરી કરીને લૂંટી લીધું. ખારકીવનો રહેવાસી આ ખેડૂત રશિયન મિલિટ્રીનું યુદ્ધપોત ચોરીને 15 અરબનો માલિક બની ગયો.


યુક્રેની ખેડૂત યુદ્ધપોતની સવારી કરતો નજરે પડી રહ્યો છે. આ ખેડૂત રશિયાના હુમલા દરમિયાન જંગલમાં ગયો હતો. ત્યાંથી તે બહાર અરબો રૂપિયાના એક યુદ્ધપોતની સાથે નીકળ્યો. તમને જણાવી દઈએ કે આ યુદ્ધપોતથી મિસાઈલ છોડી શકાય છે. આ યુદ્ધપોતને ખેડૂત હવે પોતાની માલિકીનું બતાવી રહ્યો છે. યુક્રેની ખેડૂતે પોતાના ઘરની બહાર આ યુદ્ધપોતને પાર્ક કર્યું છે. ટ્વીટર પર ઓરિક્સ નામના એક પેજ પરથી ખેડૂત વિશેનો આ અહેવાલ શેર કરવામાં આવ્યો છે.


ટ્વીટર પર જણાવવામાં આવ્યું છે કે, યુક્રેની ખેડૂતનું નામ ઈગોર છે. તે દરરોજ સવારે જંગલમાં ફરવા જતા હતા. આજે સવારે જ્યારે ઈગોર જંગલમાં ફરીને પાછા ફર્યા ત્યારે તેમની સાથે રશિયન આર્મીની 9K330 Tor SAM યુદ્ધપોત હતું. આ યુદ્ધપોત તેમને જંગલમાં લાવારિસ મળ્યું. ત્યારબાદ ઈગોર 15 અરબ રૂપિયાનો માલિક બની ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, ઈગોરને જે યુદ્ધપોત મળ્યું છે, તેનું નામ 'ધ ટોર' છે. આ યુદ્ધ પોત સોવિયત યૂનિયનમાં બન્યું છે. તે ખુબ જ શક્તિશાળી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube