• ઈમરાન ખાનના સંબોધનમાં જેમ ભારતનો ઉલ્લેખ થયો, તેમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મિજીતો વિનિતો મહાસભામા હોલથી બહાર જતા રહ્યા. 

  • સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્પાપનાના 75 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠક ચાલી રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્પાપનાના 75 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વરર્ચ્યુઅલ રીતે દુનિયાના અનેક નેતા સામેલ થયા છે. જેમાં વાત કરતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈમરાન ખાને નિવેદન બાદ ભારત સરકાર તરફથી મિજીતો વિનિતો (Mijito Vinito)એ પાકિસ્તાનની જોરદાર ખબર લીધી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે PoK ખાલી કરવુ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનને દુનિયાની સામે કર્યા બેનકાબ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે, ઈમરાન ખાને ભારતને લઈને અનેક વાતો કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેઓએ બધુ પોતાના વિશે કહ્યું છે. પાકિસ્તાનની પાસે આ મહાસભામાં ખોટુ બોલવા સિવાલ કંઈ ન હતું. ઈમરાન ખાને પોતાની વાતને જ ખોટી સાબિત કરી છે. ઈમરાન ખાને 2019માં માન્યું હતું કે, તેમના દેશમાં 30 થી 40 હજાર આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદમાં તેઓને ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા. ખાસ કરીને ભારતના જમ્મુ એન્ડ કાશ્મીરમાં (Jammu & Kashmir) 


આ પણ વાંચો : ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે 


પીઓકે ખાલી કરે પાકિસ્તાન
તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને જે વિસ્તારો પર પાકિસ્તાનનો કબજો છે, તેને ખાલી કરવામાં આવે. રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને આ જવાબ આપ્યો છે. 


ભારતે ઈમરાનના ભાષણનો બહિષ્કાર કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75 માં સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના પહેલેથી રેકોર્ડ કરાયેલ વીડિયો સંબોધનમાં જમ્મુ-કાશ્મીર સહિત ભારતના આંતરિક મામલાનો ઉલ્લેખ કર્યો. ખાનના સંબોધનમાં જેમ ભારતનો ઉલ્લેખ થયો, તેમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મિજીતો વિનિતો મહાસભામા હોલથી બહાર જતા રહ્યા.