નવી દિલ્હી: જીવનમાં પ્રેમ મેળવવા માટે માણસ કંઇ પણ કરવા તૈયાર થઈ જાય છે. વિવિધ ડેટિંગ એપ્સ અને ઓનલાઇન પ્રેમની શોધ કર્યા બાદ પણ જ્યારે જીવનમાં એકલતા અનુભવતો હોય છે ત્યારે 30 વર્ષિય એક શખ્સે એક ખુબજ અનોખી રીત શોધી કાઢી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના પોઝિટિવ આવતા ચીને ઉડાવી ટ્રમ્પ અને મેલાનિયાની મજાક, જાણો શું કહ્યું...


પ્રેમની આવી શોધ
ફેસબુક (Facebook) પર તમને વિવિધ પ્રકારની જાહેરાતો જોવા મળે છે. આજ-કાલ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકના માધ્યમથી પોતાના બિઝનેસ (Business)માં વધારો કરવા પર ઘણો ભાર મૂકી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ વ્યક્તિએ ગર્લફ્રેન્ડ શોધવા માટે ફેસબુક પર પોતાને વેચી દીધો! 30 વર્ષીય એલન ક્લેટોન (Alan Clayton) લગભગ એક દાયકાથી પોતાને સિંગલ તરીકે વર્ણવે છે. આ જાહેરાતમાં તેણે પોતાને 'ફ્રી' (Free) અને સારી સ્થિતિ (Good Condition)માં હોવાનું જણાવ્યું છે. આ જાહેરાતથી, તેના ઇનબોક્સમાં મેસેજનો ઢગલો થઈ રહ્યો છે અને દરેક જણ તેને ગુડ લક (Good Luck)ના મેસેજની ગુડ મેચ (Match) પણ જણાવી રહ્યાં છે.


આ પણ વાંચો:- USના ઓપરેશન 'ઓસામા' અને PAKના ઇરાદા પર થયો સૌથી મોટો ખુલાસો


ડેટિંગનું નવું ફોર્મેટ
એલનની જાહેરાત નીચે મુજબ છે: 'હેલો લેડિઝ. હું એલન છું. હું 30 વર્ષનો છું. હું વાત કરવા માટે એક સારી સ્ત્રીની શોધ કરી રહ્યો છું, કદાચ તેનાથી પણ વધુ, મારે ઘણા લગ્નમાં જવું છે અને હું એકલા જવા માંગતો નથી. મેં ડેટિંગ સાઇટ્સ પર પ્રયત્ન કર્યો પણ મારું નસીબ કામ આવ્યું નહીં અને તેથી હવે મેં અહીં પોસ્ટ કરી છે. ક્લેટોને આ પોસ્ટ સાથે તેની ઘણી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.


આ પણ વાંચો:- અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ભારતની સાથે કર્યો આ મોટો સોદો


એક ડેટનો હતો સહારો
કેટરિંગ (Kettering)માં લોરી ચલાવનાર (Lorry Driver) એલન ક્લેટોન અત્યાર સુધીમાં એકવાર ડેટ પર ગયો છે, પરંતુ તે સુખદ રહી નહીં. જો કે, તે એકદમ આશાવાદી છે કે તેને જલદી જ તેના જીવનનો પ્રેમ મળશે. તે કહે છે કે, તે શાળા જીવનથી જ કોઈ સંબંધમાં નથી અને હવે જલદી લગ્ન કરીને સેટલ થવા ઇચ્છે છે. તેના મિત્રો સેટલ થતાં જોઈને, તે પોતે પણ ગૃહસ્થ જીવનના સપના જોઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube