પ્રશાંત મહાસાગરમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, ન્યૂઝીલેન્ડથી ઈન્ડોનેશિયા સુધી અસર, સુનામીની ચેતવણી
ન્યૂઝીલેન્ડે ભૂકંપ બાદ સુનામીની ચેતવણીને જોતા પોતાની તમામ ઇમરજન્સી એજન્સીઓને એલર્ટ કરી દીધી છે.
વેલિંગટનઃ દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આજે આવેલા ભૂકંપના મોટા ઝડકાએ ન્યૂઝીલેન્ડ સહિત વાનુઅતુ અને ન્યૂ કેલેડોનિયાને હલાવી દીધું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.7ની આસપાસ માપવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વેએ દક્ષિણી પ્રશાંત મહાસાગરના આ દેશો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. ત્યારબાદ તમામ દેશોમાં આપાતકાલિન સહાયતા એજન્સીઓ એલર્ટ પર છે.
ન્યૂઝીલેન્ડમાં એલર્ટ
પ્રશાંત મહાસાગર (Pacific Ocean) ના રિંગ ઓફ ફાયર કહેવાતા ક્ષેત્રમાં સ્થિત ન્યૂઝીલેન્ડે ભૂકંપ બાદ સુનામીની ચેતવણીને જોતા પોતાની તમામ ઇમરજન્સી એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. સમુદ્રની આસપાસ રહેતા લોકોને પણ ચેતવણી જારી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ ચીનનો દાવોઃ પેંગોંગ સરોવરના દક્ષિણ અને ઉત્તર કિનારાથી પાછળ હટી રહ્યાં છે ભારત અને ચીની સૈનિક
યૂએસ જિયોલોજિકલ સર્વેએ જાહેર કરી ચેતવણી
યૂએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર ન્યૂ કૈલેડોનિયામાં વાઓના લભગભ 415 કિલોમીટર (258 મીલ) પૂર્વમાં સ્થિત હતું. પ્રશાંત સુનામી ચેતવણી એજન્સીએ કહ્યું કે, આગામી ત્રણ ચાર કલાકની અંદર આ ભૂકંપથી ખતરનાક સુનામીની લહેરો સંભવ છે. કેન્દ્રએ કહ્યું કે, લહેરોની ઉંચાઈ 0.3થી લઈને એક મીટર વચ્ચે હોઈ શકે છે.
આ દેશોમાં સુનામીનું એલર્ટ
ફિઝી, ન્યૂઝીલેન્ડ અને વાનુઅતુના કેટલાક સમુદ્રી કિનારા માટે સંભવ છે. ઓસ્ટ્રેલિયા, કુલ આઇલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિત અન્ય દેશો માટે નાની લહેરોની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપથી કોઈ નુકસાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube