ચીનના એક શહેરમાં અંડરવિયરના વરસાદે લોકોને ચોંકાવી દીધા છે. જ્યાં ભારે પવને લોકોના કપડાં ઉડાવી દીધા. 2 સપ્ટેમ્બરના રોજ લોકોના અંડરવિયર તેમની બાલ્કનીઓમાંથી ઉડી ગયા. તે દિવસે શહેરના અધિકારીઓએ કૃતિમ રીતે વાદળોના બીજ રોપ્યા જેથી કરીને વરસાદને પ્રોત્સાહિત કરી શકાય ને એક ગંભીર ગરમીની લહેરને તોડી શકાય. ત્યારબાદ શહેરમાં ભારે પવન ફૂંકાયો. પરંતુ અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે બંને ઘટનાઓનું કનેક્શન નથી. હવે આ ઘટનાને '9/2 ચોંગકિંગ અંડરવિયર સંકટ' તરીકે ઓળખવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોએ અનુમાન લગાવ્યું કે આર્ટિફિશિયલ વરસાદના કરાણે આવનારા તેજ આંધી તોફાનના કારણે જ લોકોના બિલ્ડિંગ્સના કપડાં ઉડી ગયા. ચીનમાં લોકો માટે પોતાના અંડરવિયર હાથેથે ધોઈને તેમને સૂકવવા માટે લટકાવી દેવા એ સામાન્ય વાત છે. હાલ ચીનમાં અંડરવિયર સંકટ દરમિયાન અનેક તસવીરો વીબો (ચીનનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) પર વાયરલ થઈ. લોકોના કપડાં ઉડવાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ. તેમાંથી કેટલાકે જણાવ્યું કે કેવી રીતે અંડરવિયર તેમના માથા ઉપરથી ઉડીને આવી ગયા. 



એથેલ નામના એક વ્યક્તિએ વીબો પર લખ્યું કે હું હમણા બહાર ગયો અને અચાનક જોરદાર વરસાદ થવા લાગ્યો અને અંડરવિયર આકાશમાંથી પડવા લાગ્યા. એક અન્ય યૂઝરે લખ્યું કે શું કોઈએ મારો સફેદ પોલ્કા ડોટ અંડરવિયર જોયો. એક યૂઝરે લખ્યું કે કોઈનો સફેદ પોલ્કા ડોટ અંડરવિયર મારા છત પર ઉડીને આવ્યો છે. 


ચીનમાં ભીષણ ગરમી
ચીનના દક્ષિણ-પશ્ચિમમાં ભીષણ ગરમી પડી રહી છે. જેનાથી તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ બળબળતી ગરમીના કારણે ક્ષેત્રની શાળાઓ બંધ કરાઈ છે. ગરમીનો મુકાબલો કરવા માટે અધિકારીઓ કથિત રીતે કૃતિમ વરસાદનો ઉપયોગ કર્યો. એક ટેક્નિક જે વાદળોમાં સિલ્વર આયોડાઈડ જેવા રસાયણો ભેળવીને કૃત્રિમ વરસાદ માટે પ્રેરિત કરે છે. અધિકારીઓએ સ્વીકાર્યું કે લગભગ 200 રોકેટ છોડાયા હતા પરંતુ એ પણ કહ્યું કે તેજ ભારે પવન તેના કારણે નથી ફૂંકાયો. ચોંગકિંગ હવામાન સંશોધન કાર્યાલયના ઉપનિદેશક ઝાંગ યિક્સુઆને કહ્યું કે પવન સંવહનના કારણે ફૂંકાયો.