મોનાલી સોની, અમદાવાદઃ એક પ્રખ્યાત કહેવત તમે સાંભળી હશે કે એક પુરુષની સફળતા પાછળ એક મહિલાનો હાથ હોય છે. પરંતુ આવી જૂની વિચારધારાને તોડીને પોતાની પત્નીને ઊંચા પદ પર પહોંચાડવાવાળા શખ્સ કમલા હૈરિસના પતિ છે. કમલા હૈરિસના પતિ ડો એમહૉફ (Doug Emhoff) એ એક નવી મિસાલ કાયમ કરી છે. ફેબ્રુઆરી જેવા પ્રેમના મહિનામાં અમે આપને અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ એવા કમલા હૈરિસની લવ સ્ટોરી વિશે જણાવીએ છે જેના વિશે તમે અજાણ છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કમલા હૈરિસ દરેક મામલે લકી રહ્યા છે. પોતાના જીવનમાં મળેલી મોટી સફળતાના કારણે ભલે તેમણે મોટુ પદ મેળવ્યુ હોય પરંતુ તેમની મોટી સફળતા પાછળ તેમના પતિનો મોટો ફાળો છે. કમલા હૈરિસના પતિ ડો એમહૉફ એક વકીલ છે અને હવે તેઓ અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન છે. બંનેની લવસ્ટોરીની જો વાત કરવામાં આવે તો કમલા હૈરિસને પહેલીવાર જોતાની સાથે જ એમહૉફને પ્રેમ થઈ ગયો હતો. આ વાતનો ખુલાસો તેમણે પોતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.
 



કમલા હૈરિસને મળ્યા પહેલા એમહૉફ  (Doug Emhoff) પરણિત હતા. પહેલી પત્નીથી તેમને બે બાળક કોલ અને એલ્લા છે. તેમની પહેલી પત્ની ફિલ્મ પ્રોડ્યૂસર કર્સટિન હતી. 16 વર્ષ સુધી સફળ ગૃહસ્થી ચાલ્યા બાદ એમહૉફ અને કર્સટિનના ડિવોર્સ થયા. ત્યારબાદ એમહૉફની જિંદગીમાં કમલા હૈરિસ આવ્યા. અને તેમની પહેલી મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ.

Jo Biden એ ચીનના રાષ્ટ્રપતિ વિશે આપ્યું એવું નિવેદન, ડ્રેગન કાળઝાળ થશે



વર્ષ 2013માં કમલા હૈરિસ અને એમહૉફ એક બ્લાઈન્ડ ડેટ પર મળ્યા હતા. આ બ્લાઈન્ડ ડેટ હૈરિસ અને એમહૉફની એક કોમન ફ્રેન્ડ ક્રિસેટ હુડલિને અરેન્જ કરાવી હતી. એમહૉફના જન્મદિવસ પર કમલા હૈરિસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે, ‘અમારી પહેલી ડેટ બાદ એમહૉફે તેમને ઘણી બધી તારીખોનું લિસ્ટ મોકલ્યુ હતુ અને લખ્યુ હતુ કે શું તેઓ આવતા બે મહિનામાં મોકલાવેલી તારીખ પર મુલાકાત કરશે?’ સાથે જ લખ્યુ હતુ કે, જો તમે આ ડેટને સ્વીકાર કરશો તો આપણો સંબંધ આગળ વધી શકે છે.
 


પહેલી મુલાકાતનાં એક વર્ષ બાદ એટલે કે 2014માં એમહૉફે (Doug Emhoff) ખૂબ સામાન્ય રીતે હૈરિસને પ્રપોઝ કર્યુ અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ હૈરિસે એક પોસ્ટ કરી. જેમા લખ્યુ કે, એમહૉફનાં બાળકો મને સ્ટેપમોમ કહેવાનું પસંદ કરતા ન હતા એટલા માટે તેઓ મને ‘મોમાલા’ કહીને બોલાવતા હતા. એક વખત હૈરિસ અને એમહૉફ (Doug Emhoff) નું ઈન્ટરવ્યૂ ખૂબ ચર્ચામાં રહ્યુ કારણકે ઈન્ટરવ્યૂ દરમિયાન હૈરિસે જે વાત કહી તે સાંભળીને એમહૉફ (Doug Emhoff) પોતે પણ દંગ રહી ગયા. કમલા હૈરિસે કહ્યુ કે, એમહૉફ સાથે મુલાકાત કરતા પહેલા તેમણે ઘણીવાર ગૂગલ પરથી તેમના વિશે માહિતી મેળવી હતી. આજની તારીખમાં બંનેએ સાથે મળીને જીવનનાં ઘણા ઉતાર-ચઢાવ પાર કર્યા. વર્ષ 2019માં હૈરિસે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછુ ખેંચ્યું ત્યારે પણ એમહૉફે પૂરો સહકાર આપ્યો હતો.

 

એક ઈન્ટરવ્યૂ દરમિયાન એમહૉફે (Doug Emhoff) કહ્યુ હતુ કે, હું ક્યારેય પણ હૈરિસને કોઈ પણ કામ કરવા માટે દબાણ નહીં કરુ. ક્યારેય કોઈ રાજકીય સલાહકાર જેવુ વર્તન નહીં કરુ. હું માત્ર તેનો પતિ છું અને મારુ કર્તવ્ય છે કે, હંમેશા તેની સાથે રહુ, તેને પ્રેમ કરુ અને મદદ કરુ. ઓગસ્ટ 2020માં જ્યારે કમલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા ત્યારે પણ એમહૉફે પોતાના લૉ ફર્મથી રજા લઈને હૈરિસનો પૂરેપૂરો સહકાર આપ્યો. ઓક્ટોબર 2020માં વાઈસ-પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન હૈરિસને એમહૉફે કિસ કરીને હંમેશા સાથે રહેવાનો અહેસાસ કરાવ્યો હતો. બંનેની કિસ કરતી તસ્વીર પણ ખૂબ ચર્ચામાં રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube