Unique School Rule : સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે સારા એવા રિલેશન હોય છે. ઘણી વખત ગળે પણ લગાવતા હોય છે અને કેમ્પસમાં હાથ પણ મિલાવતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક એવી સ્કૂલની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં કોઇપણ રોમેન્ટિક રિલેશન અથવા તો કોઇપણ ફિઝિકલ કોન્ટેક્ટ પર પ્રતિબંધ લગાવવાથી કેટલાક વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. ઉપરાંત અહીં મોબાઇલ પણ બેન કરવામાં આવ્યો છે. વાલીઓએ આ નિયમની નિંદા કરી છે.
 
આ સ્કૂલ ઇંગ્લેન્ડમાં આવેલી છે જેનું નામ છે ઇંતેજામિયા. સ્કૂલ તરફથી જાહેર કરવામાં આવેલા લેટરમાં જણાવાયું છે કે, કોઇપણ વિદ્યાર્થીઓ શારીરિક સંપર્ક જેમ કે, ગળે મળવું એક બીજાનો હાથ પકડવો અને કોઇને તમાચો મારવા પર પાબંધી લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લેટરમાં વધુ જણાવાયું છે કે, તમારું બાળક જો કોઇને ટચ કરે છે.જો તે સહમતિ આપે કે ન આપે પરંતુ કંઇપણ થઇ શકે છે. એવું પણ બની શકે કે, કોઇને ખરાબ લાગતું હોય. સ્કૂલે વધુ જણાવ્યું કે, બાળકો સકારાત્મક દોસ્તી કરે અને બાળક જ્યારે સ્કૂલમાં હોય ત્યારે સંપૂર્ણ અભ્યાસ પર ફોકસ કરે નહીં કે કોઇ રિલેશનના ચક્કરમાં પડે.