UK: પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે મોત, વિન્ડસર પેલેસમાં લીધા અંતિમ શ્વાસ
બ્રિટનના રાજવી ઘરના સૌથી વરિષ્ઠ સભ્ય અને રાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન (Prince Philip passed away) થયું. તેઓ 99 વર્ષના હતા
લંડન: બ્રિટનના રાજવી ઘરના સૌથી વરિષ્ઠ સભ્ય અને રાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન (Prince Philip passed away) થયું. તેઓ 99 વર્ષના હતા. તેમણે શાહી વિન્ડસર મહેલમાં અંતિમ શ્વાસ લીધો. પ્રિન્સ ફિલિપને ડ્યૂક ઓફ એડિનબર્ગ (Duke of Edinburgh) પણ કહેવામાં આવતા હતા, કેમ કે તે તેનું સત્તાવાર બિરુદ હતું. હવે રાણી એલિઝાબેથ રાજવી પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય છે.
છેલ્લી વખત 2017 માં જાહેરમાં દેખાયા
ડેઇલીમેલના સમાચાર અનુસાર, પ્રિન્સ ફિલિપ (Prince Philip) છેલ્લે વર્ષ 2017 માં જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદ તેમણે જાહેર જીવનથી પોતાને દૂર રાખ્યા હતા. તે લાંબા સમયથી અસ્વસ્થ હતા અને વિન્ડસર પેલેસમાં રહેતા હતા. વિન્ડસર પેલેસ (Windsor Castle) ઉપરાંત તેઓ રાણી વિક્ટોરિયાના નોર્ફોકમાં સ્થિત ખાનગી સેન્ડરિંગમ એસ્ટેટમાં સુધી જ સિમિત રહેતા હતા. ગયા મહિને 28 દિવસ સુધી છાતીના સંક્રમણના કારણે તેઓ હોસ્પિટલમાં રહ્યા અને પછી તે મહેલમાં પાછા ફર્યા હતા.
આ પણ વાંચો:- WB Election 2021: મમતા બેનર્જીને ચૂંટણી પંચની વધુ એક નોટિસ, હવે તેમના પર લાગ્યા આ આરોપ
સત્તાવાર નિવેદન જાહેર
પ્રિન્સ ફિલિપના (Prince Philip) મોતની પુષ્ટિ બકિંગહામ પેલેસમાંથી (Buckingham Palace) જાહેર કરવામાં આવેલા નિવેદન બાદ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 'ડ્યુક ઓફ એડિનબર્ગ- પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. રાજવી પરિવારના વડા તરીકે ખુદ રાણીએ પુષ્ટિ આપી છે કે તેમનો પતિ હવે દુનિયામાં નથી. સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમનું અવસાન થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube