કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી મળી ગયા છે. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર વખત સંભાળી ચુક્યા છે દેશની કમાન
રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. ઓક્ટોબર 2018માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ તેમને પ્રધાનમંત્રી પદેથી હટાવી દીધા હતા, પરંતુ બે મહિના બાદ ફરી તેમને આ પદ પર બહાલ કરી દેવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેને અંતરિમ સરકારનું નેતૃત્વ કરવા માટે તમામ દળોનું સમર્થન પ્રાપ્ત છે. તેમની સરકાર છ મહિના સુધી ચાલી શકે છે. 


શ્રીલંકાના પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેને વધુ એક ઝટકો, કોર્ટે દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો


રાજપક્ષે પરિવારના ખાસ રાનિલ
શ્રીલંકામાં નવા પ્રધાનમંત્રીની નિમણૂક પહેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યુ હતુ કે હું યુવા મંત્રીમંડળની નિમણૂક કરીશ, જેમાં રાજપક્ષે પરિવારના કોઈ સભ્ય હશે નહીં. અલગ પાર્ટીમાં હોવા છતાં રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને મહિન્દાના નજીકના ગણવામાં આવે છે. નિષ્ણાંતો કહી રહ્યાં છે એટલે જ તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube