કાશ્મીર મુદ્દે UNSCની આજે `બંધ બારણે` ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં
કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે.
સંયુક્ત રાષ્ટ્ર: કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે પરિષદના સભ્યો વચ્ચે (ક્લોઝ ડોર) મંત્રણા થશે. આ જાણકારી સુરક્ષા પરિષદના એક રાજનયિકે આપી. રાજનયિકે કહ્યું કે ચીને એક પત્રમાં આ બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો. ચીને બુધવારે પરિષદની અનૌપચારિક ભલામણ દરમિયાન આ અંગે આગ્રહ કર્યો હતો.
રાજનયિક જણાવ્યું કે આ બેઠકનું સ્વરૂપ ક્લોઝ્ડ ડોર કન્સલ્ટેશન (સમૂહના સભ્યો વચ્ચે મંત્રણા) હશે. જેમાં પાકિસ્તાનનું સામેલ થવું અશક્ય છે. બંધ બારણે આ બેઠકમાં ગુપ્ત મંત્રણા કરાશે જેનું પ્રસારણ કરાશે નહીં. તેનો અર્થ એ કે પત્રકારો ત્યાં સુધી પહોંચી શકશે નહીં.
રાજનયિકે જણાવ્યું કે ચીન ઈચ્છતો હતો કે ગુરુવારે જ આ મુદ્દે વિચાર વિમર્શ થાય પરંતુ પહેલેથી નક્કી કાર્યક્રમ મુજબ આ દિવસે કોઈ બેઠક ન હતી આથી બેઠક શુક્રવારે યોજાઈ રહી છે. રાજનયિકે કહ્યું કે સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાનું કાર્યાલય બેઠકને લઈને કામ કરી રહ્યું હતું કે ક્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવે.
ભારત સરકાર દ્વારા બંધારણની કલમ 370 અને 35એ હટાવાયા બાદ પાકિસ્તાને UNSCને કાશ્મીર મુદ્દે બેઠક બોલાવવાની માગણી કરી હતી. હકીકતમાં કલમ 370 અને 35એની જોગવાઈઓ હેઠળ જ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો હતો.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...