Latest Trending News: તમે દુનિયામાં ચિત્ર વિચિત્ર બીમારીઓ વિશે સાંભળ્યું હશે. કેટલીક બીમારીઓ ઘણી જૂની હોય છે તો કેટલીક નવી. કેટલીક બીમારીઓ એવી હોય છે કે તેમને સમજમાં આવે જ્યારે કેટલીક તો એવી કે જેના વિશે સાંભળીને ડોક્ટર્સ પણ ચોંકી જાય. આવો જ એક મામલો અમેરિકાના ઓહિયોમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને અજીબોગરીબ બીમારી થઈ ગઈ છે. જેના કારણે તેને પોતાના શરીરમાંથી સિટી જેવો અવાજ સંભળાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી ઉપરાંત તેને અન્ય કેટલીક શારીરિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતમાં કરી નજરઅંદાજ
આ પીડિત વ્યક્તિની ઉંમર 72 વર્ષ છે. જે ઓહિયોમાં પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા તેને એક વિચિત્ર સમસ્યા થઈ. તેને પોતાના શરીરમાંથી સિટીનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં તો તેણે વહેમ ગણીને તેને નજરઅંદાજ કરી. પરંતુ ત્યારબાદ પણ આવો સિટી જેવો અવાજ સંભળાતો રહ્યો. સમય પસાર થતા તેને બીજી પણ કેટલીક શારીરિક સમસ્યાઓ થવા લાગી. તેનો ચહેરો સૂજી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. ત્યારબાદ તેણે ડોક્ટરને દેખાડવાનું નક્કી કર્યું. ડોક્ટરે કેટલાક ટેસ્ટ લખી આપ્યા. ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે સિટીનો અવાજ તેના Scrotum (અંડકોષ) માંથી આવે છે અને આ જ કારણ શરીરમાં નિર્ધારિત માત્રા કરતા વધુ હવા ભરાઈ જવાથી શરીર પણ ફૂલી રહ્યું છે. 


એક્સરેમાં થયો ચોંકાવનારો ખુલાસો
ડોક્ટરોએ પીડિત વ્યક્તિને જણાવ્યું કે તેને વિસ્લિંગ સ્ક્રોટમ નામની બીમારી છે. અમેરિકન જર્નલ ઓફ કેસ રિપોર્ટ્સના સ્ટડીએ દાવો કર્યો છે કે આ વ્યક્તિ આ પ્રકારની બીમારીથી પીડાતો દુનિયાનો પહેલો વ્યક્તિ છે. આ સ્ટડી રિપોર્ટમાં કહેવાયું છે કે પીડિતને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. આ અજીબ કેસને જોયા બાદ ડોક્ટરોએ તેની છાતીનો એક્સરે કઢાવ્યો. એક્સરે રિપોર્ટમાં તેનું કારણ શરીરમાં વધુ હવા ભરાતી હોવાનું સામે આવ્યું. ડોક્ટરે જણાવ્યું કે વધુ હવા ભરાવવાના કારણે પીડિતના ફેફસા પણ સંકોચાઈ રહ્યા હતા. 


જૂની સર્જરીના કારણે થઈ સમસ્યા
દર્દીની હાલત જોયા બાદ ડોક્ટરોએ તેને તરત સર્જરી કરવાની સલાહ આપી. ડોક્ટરોનું કહેવું હતું કે જો સારવારમાં મોડું થયું હોત તો તેમનું હ્રદય અને ફેફસા પણ ખરાબ થઈ શકે તેમ હતા અને જીવ પણ જઈ શક્યો હોત. પીડિતે ડોક્ટરોને સોજા અને શ્વાસ લેવામાં થઈ રહેલી તકલીફ સિવાય જણાવ્યું કે તેના શરીરમાંથી અજીબ અવાજ પણ નીકળે છે. જેના વિશે ડોક્ટરોએ કહ્યું કે આ અવાજ પીડિતના સ્ક્રોટમની ડાબી બાજુ ખુલ્લા ઘામાંથી આવી રહ્યો છે. ચેક કરતા જાણવા મળ્યું કે લગભગ 5 મહિના પહેલા પીડિતે ટેસ્ટિકલ સર્જરી (ગુપ્તરોગના કારણે) કરાવી હતી. જેના કારણે સર્જરીથી આ ઘા થઈ ગયો હતો. આ જ કારણે શરીરમાં હવાની માત્રા પણ વધી રહી હતી. ડોક્ટરોએ તેનું ઓપરેશન શરૂ કર્યું. હવે બધુ બરાબર છે અને જલદી તેને હોસ્પિટલમાંથી રજા મળવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube