વોશિંગ્ટન : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે H-1B વીઝા ધારકોને આશ્વાસન આપ્યું કે, તેમનું તંત્ર ઝડપથી એવા પરિવર્તનો કરશે, જેના કારણે તેમને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળશે અને તેના કારણે તેમના માટે નાગરિકતા લેવા માટે સંભવિત રસ્તો બનશે. મોટા ભાગનાં H-1B વીઝા ધારકો આઇટી પ્રોફેશનલ્સ છે. ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કર્યું કે, તેમનું તંત્ર H-1B વીઝા મુદ્દે અમેરિકન નીતિઓમાં પરિવર્તન માટેની યોજના બનાવી રહ્યું છે અને તેઓ પ્રતિભાશાળી તથા ઉચ્ચ કૌશલ પ્રાપ્ત લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે ઉત્તેજીત કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કર્યું કે, અમેરિકામાં H-1B વીઝા ધારત આશ્વસ્ત થઇ શકે છે કે પરિવર્તન ઝડપથી આવશે જેથી અહીં રોકાવામાં સરળતા રહેશે અને તમને ભરોસો મળશે. સાથે જ અહીંથી અહીંની નાગરિકતા લેવાનો સંભવવિત રસ્તો પણ ખુલશે. અમે પ્રતિભાશાળાી અને ઉચ્ચ કૌશલ લોકોને અમેરિકામાં કેરિયર બનાવવા માટે ઉત્તેજીત કરીશું. 

ટ્રમ્પનું ટ્વીટ ભારતીય પ્રોફેશનલ ખાસ કરીને આઇટી ક્ષેત્રનાં પ્રોફેશનલ માટે સારા સમાચાર  તરીકે સામે આવ્યું છે. જેમને ગ્રીન કાર્ડ અથવા સ્થાયીક નાગરિકત્વ મેળવવામાં હાલમાં આશરે એક દશક સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતી સર્જાઇ હતી. રાષ્ટ્રપતિશાસનનાં પ્રથમ બે વર્ષોમાં  ટ્રમ્પ તંત્રએ H-1B વીજા ધારકોને ત્યાં વધારે સમય સુધી રોકાવા તથા વીઝા પ્રાપ્ત કરવાનું વધારે કઠોર બનાવી દીધું છે. 

ભારતીય આઇટી પ્રોફેશનલ H-1B વીઝા ખુબ જ મહત્વ ધરાવે છે. આ એક સ્થાની પ્રકારનાં વિઝા છે. જેમાં અમેરિકન કંપનીઓ વિદેશી નિષ્ણાંતોને રોજગાર પર રાખે છે. જો કે ટ્રમ્પ સરકાર આવ્યા બાદ તેઓ પરેશાન થયા હતા.