વોશિંગટનઃ તાજેતરમાં જ જાહેર થયેલા આંકડા અનુસાર અમેરિકામાં બેરોજગારીનો દર 50 વર્ષના તળિયે પહોંચી ગયો છે. જેના કારણે દેશમાં આર્થિક મંદીના વાદળો ઘેરા બન્યા છે. ટ્રમ્પ સરકારના કામદાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં સપ્ટેમ્બર મહિનામાં બેરોજગારીનો દર 3.7 ટકાથી ઘટીને 3.5 ટકા પર પહોંચ્યો છે. ગયા મહિને દેશમાં 1,36,000 લોકોને નોકરી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઓગસ્ટ મહિનામાં 1,68,000 નવી નોકરીનું સર્જન થયું હતું, જે તેના આગળના વર્ષે આ જ મહિનામાં 1,30,000 હતી. જોકે, વેતન દરમાં કોઈ વધારો-ઘટાડો થયો નથી અને તે સામાન્ય રહ્યો છે. કામદાર વિભાગના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં લોકોને નોકરી ગુમાવવી પડી છે. 


કોમોડો આઈલેન્ડ બંધ નહીં થાય, પરંતુ ઈન્ડોનેશિયા સરકારે ફીમાં કર્યો 1000 ગણો વધારો


થોડા દિવસ પહેલા આવેલા દેશની આર્થિક સ્થિતિના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સેવા ક્ષેત્રમાં રોજગારીમાં વર્ષ 2016 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 


બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ: 31 લોકોના મોત


આર્થિક નિષ્ણાતો ચિંતા સેવી રહ્યા છે કે ટ્રમ્પ સરકારના છેલ્લા 15 મહિનાથી ચીન સાથે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે. અમેરિકા-ચીન વ્યાપાર વિવાદના કારણે ઉદ્યોગપતિઓ વિશ્વાસ ગુમાવી રહ્યા છે, રોકાણ પર અસર થઈ રહી છે અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 


જુઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....