સંયુક્ત રાષ્ટ્રઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબુદી અને સાથે જ જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું છે. તમામ પ્રકારના હાથ-પગ પછાડી લીધા પછી તેણે ચીનની શરણ લીધી હતી. પાકિસ્તાનના કહેવાથી ચીને હવે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. ચીનના કહેવાના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક શુક્રવારે ભારતીય સમાયાનુસાર સાંજે 7.30 કલાકે બંધબારણે શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે સાંજે મળેલી અનૌપચારિક બેઠકમાં પાંચ કાયમી સભ્ય દેશમાંથી ચાર સભ્ય દેશ ભારતના સમર્થનમાં રહ્યા હતા અને આ મુદ્દે ચીનને લપડાક પડી હતી. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં 73 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. 


સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો, કાશ્મીર પર ખુલ્લી ચર્ચાની માગણી ફગાવી  


યુએનએસસીની બેઠકમાં ચીને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને 'ખુલ્લું સમર્થન' આપ્યું છે. જ્યારે યુએનએસસીના ચીન સિવાયના કાયમી સભ્યો ફ્રાન્સ, રશિયા, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સએ ભારતનું સમર્થન કર્યું છે. સાથે જ જણાવ્યું છે કે, આ ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે. અમેરિકાએ વધુમાં જણાવ્યું છે કે, કાશ્મીરમાં જે કોઈ ગતિવિધિ થઈ રહી છે તે ભારતની આંતરિક બાબત છે. 


UNSC Meet : ઈમરાન ખાને બેઠક પહલા ડોનાલ્ડ ટ્રમ્પને કર્યો ફોન 


સ્થાયી સમિતિમાં રશિયાના પ્રતિનિધિ દમિત્રી પોલિન્સ્કીએ જણાવ્યું કે, "કાશ્મીરની સમસ્યાના ઉકેલમાં UNSCની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોથી જ ઉકેલી શકાશે. આ મુદ્દે અમારો કોઈ છુપો એજન્ડા નથી. બંને દેશ સાથે અમારે સારા સંબંધ છે. અમારી ઈચ્છા છે કે બંને દેશ આ મુદ્દાનો વાટાઘાટોથી ઉકેલ લાવે."


ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની આ ઔપચારિક બેઠક છે અને તે બંધબારણે યોજાય છે. બંધબારણે યોજાયેલી આ પ્રકારની બેઠકનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી કે તેની કોઈ પ્રેસનોટ આપવામાં આવતી નથી. પત્રકારોને પણ તેનું કવરેજ કરવાની મંજુરી હોતી નથી. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાનના એક પણ પ્રતિનિધિ ભાગ લેવાના નથી. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....