નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને એક પત્ર પણ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનને આ મામલે યુએનએસસી દ્વારા બરાબર ફટકો પડ્યો છે. UNSCએ પાકિસ્તાનના આ પત્ર પર હજુ સુધી  કોઈ કોમેન્ટ કરી નથી. UNSCના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના આ ઐતિહાસિક નિર્ણયને UNSCના પ્રસ્તાવનો ભંગ બતાવનારા પાકિસ્તાનના દાવા પર કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370: ભારતને UNમાં લઈ જવાની ધમકી પાકિસ્તાનને જ ભારે પડી જશે, બનશે મોટી મુર્ખામી, જાણો કઈ રીતે 


આ સાથે અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દેતા હવે પાકિસ્તાનને બેવડો ફટકો પડ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે કાશ્મીર પર અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે મીડિયાના સવાલના જવાબ આપતા સ્પષ્ટતા કરી કે કાશ્મીર મામલે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. 


J&Kમાંથી કલમ 370 હટતા જ પાકિસ્તાન હવાતિયાં મારવા લાગ્યું, વિદેશ મંત્રી પહોંચ્યા ચીન 


તેમણે કહ્યું કે અમારા ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક મામલા છે. તેમણે એ પણ કહ્યું કે હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન કાન અમેરિકા આવ્યાં. પરંતુ તેઓ કાશ્મીર માટે નહતાં આવ્યાં. કાશ્મીર એક એવો મુદ્દો છે કે જેને અમે ખુબ નજીકથી જોઈ રહ્યાં છીએ. પરંતુ આ ઉપરાંત પણ અનેક એવા મુદ્દા છે કે જેના પર અમે ભારત અને પાકિસ્તાન સાથે ખુબ નજીકથી કામ કરી રહ્યાં છીએ. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...