હાલમાં જ ઈટલીના એક શહેરમાં આવું જ મોટું રેકેટ પકડાયું છે. આમ તો હજામની દુકાને સામાન્ય રીતે લોકો વાળ કપાવવા, વાળ કલર કરાવવા કે દાઢી કરાવવા માટે આવતા હોય છે. પરંતુ એક મોટા મિશનમાં લાગેલા કારાબેનિયરી (ઈટાલી પોલીસ)ની એક ટીમે જ્યારે એક ખાસ હજારની દુકાન પર નજર રાખવાની શરૂ કરી તો પહેલા તો તેમને કેટલીક વાત સમજમાં આવી નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે 55 વર્ષના એક વાળંદની દુકાનમાં એવા લોકો મોટી સંખ્યામાં આવતા હતા જેમના માથા પર વાળ નહતા કે ચહેરા પર દાઢી. જ્યારે વાળ જ ન હોય કે દાઢી ન હોય તો હજામની દુકાને જવાનો શું અર્થ. બસ આ વાત પર પોલીસને શક ગયો અને ટીમે જ્યારે આ જાણકારી અધિકારીઓને આપી તો દુકાનની તપાસ શરૂ કરવામાં આવી. 


તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો આ દુકાનમાં વાળ કપાવવા માટે નહીં પરંતુ ડ્રગ્સ લેવા માટે આવે છે અને આ નાઈક જાણીતો ડ્રગ ડીલર છે. સૌથી પહેલા પોલીસે 55 વર્ષના એ નાઈના ઘર પર દરોડો માર્યો, જ્યાં અનેક ગ્રામ હશીશ મળી અને પછી પોલીસે તેની દુકાન પર દરોડો પાડ્યો તો 100 ગ્રામ કોકીન અને ડ્રગ પેકેજિંગનો સામાન મળ્યો. 


હાલ દુકાનના નામ પર ડ્રગ્સનો કારોબાર કરતા નાઈને મરાસી જેલ મોકલવામાં આવ્યો છે. જ્યાં તે સજાની રાહ જોતો બેઠો છે. અત્રે જણાવવાનું કે સૌથી પહેલા ઈટાલી પોલીસને જેનોઆના ફોર્સ ક્ષેત્રમાં ડ્રગ્સના રેકેટની જાણકારી મળી હતી. પરંતુ તેમની પાસે કોઈ પુરાવો નહતો. આવામાં નિગરાણી ટીમોને કામે લગાવવામાં આવી. તેમાંથી એક ટીમે મોટા રેકેટનો ભાંડાફોડ કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube