મુંબઈ: બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તેમણે પીએમ મોદી (PM Modi)ના મિત્ર અને ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Israel Former PM Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં ઉર્વશીએ બેન્જામિનને ભારત તરફથી યાદગાર ભેટ આપી. તેણે પૂર્વ પ્રધાનમંત્રીને 'ભગવદ્દ ગીતા' ભેટમાં આપી. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. સાથે તેમણે બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાતની તસવીર પણ શેર કરી છે. 


Urvashi એ પોસ્ટમાં લખી આ વાત
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને ઉર્વશીએ લખ્યું છે કે, ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રીને ધન્યવાદ, મને અને મારા પરિવારને આમંત્રિત કરવા માટે.  #RoyalWelcome.' વધુમાં તેમણે ભેટની વાત કરતા લખ્યું, 'મારી ભગવદ્ ગીતા: જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને દિલથી ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજી કોઈ વસ્તુની આશા ન હોય, ત્યારે તે ભેટ હંમેશા શુદ્ધ હોય છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube