Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ છેલ્લા લગભગ એક વર્ષથી ચાલુ છે. આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યુદ્ધને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં અમેરિકાએ કહ્યું કે પીએમ મોદી પુતિન સાથે વાત કરીને જંગ ખતમ કરવા માટે રાજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે શું પીએમ મોદી માટે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકવા કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને સમજાવવામાં બહુ મોડું થઈ ચૂક્યું છે? તો તેના જવાબમાં વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે અમેરિકા એવા કોઈ પણ પ્રયત્નનું સ્વાગત કરશે. જેનાથી યુક્રેન યુદ્ધ ખતમ થઈ શકે છે. 


વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે મને લાગે છે કે યુદ્ધને રોકવા માટે પુતિન પાસે હજુ પણ સમય છે. પીએમ મોદી પુતિનને મનાવી શકે છે. અણેરિકા કોઈ પણ એવા પ્રયત્નનું સ્વાગત કરશે જેનાથી આ દુશ્મની ખતમ થાય. આ સાથે જ  તેમણે કહ્યું કે અમને લાગે છે કે યુદ્ધ આજે ખતમ થઈ શકે છે, તેણે આજે જ ખતમ થઈ જવું જોઈએ. 


જ્હોન કિર્બીએ કહ્યું કે યુક્રેનના લોકો સાથે જે થઈ રહ્યું છે, તેા માટે એકમાત્ર વ્યક્તિ વ્લાદિમિર પુતિન જવાબદાર છે અને તેઓ તેને હજુ પણ રોકી શકે છે. તેની જગ્યાએ તેઓ ક્રૂઝ મિલાઈલોને ઉર્જા અને વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચેર પર છોડી રહ્યા છે. પુતિન યુક્રેનમાં ઉર્જાના સંસાધનોને તબાહ કરી દેવા માંગે છે. જેથી કરીને યુક્રેનના લોકોને વધુ પરેશાની થાય. 


ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી, આ 3 મહિના રહેશે ખુબ ભારે!


મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો


તુર્કીમાં ભૂકંપે મચાવી તબાહી, 24000 લોકોના મોત, હવે ભારતનો વારો? ભવિષ્યવાણીથી હડકંપ


રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે અનેકવાર વાત કરી હતી. એટલું જ નહીં ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનના અવસરે પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. અમે આ મુદ્દે તમારી સાથે અનેકવાર ફોન પર ચર્ચા કરી છે. આજે આપણે આ અંગે વાત કરવી પડશે કે આપણે શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત કરીએ. પ્રગતિના માર્ગને કેવી રીતે મોકળો કરીએ. ભારત અને રશિયા અનેક દાયકાઓ સુધી એકબીજાની સાથે રહ્યા છે. 


ત્યારબાદ અમેરિકા અને ફ્રાન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે પીએમ મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જે કહ્યું કે સંપૂર્ણ રીતે સાચુ હતું. અમેરિકા તેમના આ નિવેદનનું સ્વાગત કરે છે. બીજી બાજુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને UNGA માં કહ્યું હતું કે પીએમ મોદીએ સમરકંદમાં જે કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી. પશ્ચિમ સાથે બદલો લેવાનો કે પૂર્વ વિરુદ્ધ પશ્ચિમનો વિરોધ કરવાનો નથી. આ આપણા જેવા સાર્વભૌમત્વવાળા રાષ્ટ્રો સામે આપનારા પડકારોનો સામનો કરવાનો સમય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube