વોશિંગટનઃ અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાની સૈન્ય વાપસી બાદ ફસાયેલા લોકોને કાઢવાને લઈને મોટી જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યુ કે, તેણે 97 અન્ય દેશોની સાથે મળી તાલિબાન સાથે કરાર કર્યો છે. આ હેઠળ તાલિબાન 31 ઓગસ્ટ બાદ પણ અફઘાન લોકોને કાઢવાની મંજૂરી આપશે. હકીકતમાં પહેલા તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 31 ઓગસ્ટ બાદ તાલિબાન કોઈ પણ દેશને પોતાને ત્યાંથી લોકોને કાઢવાની મંજૂરી આપશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાનની સાથે મોટી ડીલ
98 દેશોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે બધા તે ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા નાગરિક, નાગરિક અને નિવાસી, કર્મચારી, અફઘાન જેણે અમારી સાથે કામ કર્યું છે અને જે જોખમમાં છે તે અફઘાનિસ્તાનની બહારના ગંતવ્યો માટે સ્વતંત્ર રૂપથી યાત્રા કરવાનું જારી રાખે છે. અમને તાલિબાન પાસેથી આશ્વાસન મળ્યું છે કે અમારા દેશોથી યાત્રા પ્રાધિકરણવાળા બધા વિદેશી નાગરિકો અને કોઈપણ અફઘાન નાગરિકને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પ્રસ્થાનના બિંદુઓ પર જવા અને દેશની બહાર યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. 


અફઘાનીઓને યાત્રા પરમિટ જારી કરીશું
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે નામિત અફઘાનિસ્તાનીઓને યાત્રા દસ્તાવેજ જારી કરવાનું ચાલુ રાખીશું અને અમને તાલિબાન પાસેથી સ્પષ્ટ પ્રતિબદ્ધતા છે કે તે અમારા સંબંધિત દેશોની યાત્રા કરી શકે છે. અમે આ સમજની પુષ્ટિ કરનાર તાલિબાનના જાહેર નિવેદનો પર ધ્યાન આપીએ છીએ. 


આ પણ વાંચોઃ કાબુલમાં અમેરિકાની એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યુ- એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો


ક્યા-ક્યા દેશો સાથે થયો કરાર
આ સમજુતીમાં અમેરિકા, અલ્બેનિયા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બેલીઝ, બલ્ગેરિયા, બુર્કિના ફાસો, કાબો વર્ડે, કેનેડા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોલમ્બિયા, કોસ્ટા રિકા, આઇવરી કોસ્ટ, ક્રોએશિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડેનમાર્ક, જીબૌટી, ડોમિનિકન રિપબ્લિક, અલ સાલ્વાડોર, એસ્ટોનિયા, ઇસ્વાતિની, માઇક્રોનેશિયાના સંઘીય રાજ્યો, ફિજી, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગેબોન, જ્યોર્જિયા, જર્મની, ઘાના, ગ્રીસ, ગિની, ગુયાના, હૈતી, હોન્ડુરાસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, જોર્ડન, કઝાકિસ્તાન, કેન્યા, કિરીબતી , કિર્ગિસ્તાન, લેટવિયા, લેબેનોન, લાઇબેરિયા, લિબિયા, લિથુનીયા, લક્ઝમબર્ગ, મેડાગાસ્કર, માલદીવ, માલ્ટા, માર્શલ ટાપુઓ, મોલ્ડોવા, મોન્ટેનેગ્રો, મોરોક્કો, નાઉરુ સામેલ છે. 


આ દેશોના નામ પણ સામેલ
આ દેશો સિવાય નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નાઇજર, નોર્થ મેસેડોનિયા, નોર્વે, પલાઉ, પાપુઆ ન્યૂ ગિની, પોલેન્ડ, પોર્ટુગલ, રિપબ્લિક ઓફ સાયપ્રસ, કોરિયા રિપબ્લિક, કોસોવો રિપબ્લિક, રોમાનિયા, રવાંડા, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ, સેનેગલ, સર્બિયા , સીએરા લિયોન, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સોમાલિયા, સ્પેન, સેન્ટ કિટ્સ અને નેવિસ, સુદાન, સુરીનામ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, બહામાસ, ધ ગાંબિયા, વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટે યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, ટોગો, ત્રિનિદાદ અને ટોબેગો, તુર્કી, યુગાન્ડા, યુક્રેન, કોમોરોસ યુનિયન, યુનાઇટેડ કિંગડમ, વનુઆતુ, યમન અને ઝામ્બિયાએ પણ તાલિબાનની સાથે સમજુતીને મંજૂરી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube