અમેરિકાએ ઈમરાન ખાનની ઝાટકણી કાઢી, કહ્યું-ચીનના મુસલમાનોની ચિંતા કેમ નથી કરતું પાકિસ્તાન?
અમેરિકાએ પાકિસ્તાન(Pakistan)ને ફટકાર લગાવતા પૂછ્યું છે કે તે ફક્ત કાશ્મીરી મુસ્લિમો અંગે કેમ આટલું પરેશાન છે અને ચીનમાં રહેતા મુસ્લિમ સમુદાયની `ભયાનક સ્થિતિ`ને ઉજાગર કેમ કરતું નથી.
નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાન(Pakistan)ને ફટકાર લગાવતા પૂછ્યું છે કે તે ફક્ત કાશ્મીરી મુસ્લિમો અંગે કેમ આટલું પરેશાન છે અને ચીનમાં રહેતા મુસ્લિમ સમુદાયની 'ભયાનક સ્થિતિ'ને ઉજાગર કેમ કરતું નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં એક વિશેષ બ્રિફિંગ દરમિયાન દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના કાર્યવાહક સહાયક સચિવ એલિસ વેલ્સે ચીન વિરુદ્ધ વાત ન કરવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી. ચીને પોતાના ઝિંજિયાગ પ્રાંતમાં એક લાખ ઉઈગર અને તુર્કી ભાષી મુસ્લિમોને અટકાયતમાં રાખ્યા છે.
PM મોદીની દમદાર સ્પીચથી દબાણમાં આવેલા ઈમરાન ખાને પોતાના ભાષણમાં માર્યો જબરદસ્ત મોટો લોચો
ચીન પાકિસ્તાનનું કાયમી મિત્ર છે. જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર અને મુંબઈના આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ જેવા પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાના વૈશ્વિક પ્રયત્નોના મામલે ચીન હંમેશા પાકિસ્તાનનો બચાવ કરતું આવ્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ યુએન મહાસભામાં કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દો ભૂતકાળનો વિવાદ છે અને તેનો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વીપક્ષીય સંધિઓ મુજબ ઉચિત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે એવું કોઈ પણ પગલું લેવાવું જોઈએ નહીં જેનાથી યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થાય. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેએ પાડોશી દેશો હોવાના નાતે ચીન એવી આશા વ્યક્ત કરે છે કે બંને પક્ષો વચ્ચેનો વિવાદ યોગ્ય રીતે ઉકેલાય અને સંબંધોમાં સ્થિરતા બહાલ થાય.
ટ્રમ્પનું ભેજુ ફેરવી નાખવા ઈમરાન ખાને લીધો 'કાળા જાદુ'નો સહારો? PAK મીડિયામાં ખુબ ચર્ચા
જુઓ LIVE TV