વોશિંગટન: કોરોના (Coronavirus) સંકટથી લડી રહેલી સમગ્ર દુનિયા જ્યાં વેક્સીનની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે અમેરિકા, બ્રિટન, કેનેડા અને રશિયા વચ્ચે એક અલગ રમત શરૂ થઈ ગઈ છે. અમેરિકા, યુકે અને કેનેડા (United States,UK and Canada)એ આરોપ લગાવ્યો છે કે, રશિયા (Russia) તેમની કોરોના વેક્સીન (COVID-19 vaccine) સંશોધન વિશેની માહિતી ચોરી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતનો ઉલ્લેખ કરીને અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગણીએ જોર પકડ્યું


ત્રણેય દેશોનો દાવો છે કે, સરકાર સમર્થિત રશિયન હેકરો કોરોના વેક્સીનના સંશોધન સાથે સંકળાયેલી તબીબી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પર સાયબર એટેક કરીને સંશોધન ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે APT29 (Cozy Bear) નામના હેકિંગ ગ્રુપે તેમના સંશોધનથી સંબંધિત માહિતી ચોરી કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જોકે, રશિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.


આ પણ વાંચો:- મધરાતે 'સાઈબર એટેક': બિલ ગેટ્સ-બરાક ઓબામા, એલન મસ્ક સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેન્ડલ હેક


અમેરિકા, બ્રિટન અને કેનેડાએ આક્ષેપ કર્યો છે કે, Cozy Bear રશિયાની ગુપ્તચર એજન્સીઓ અને સરકારના ઇશારે કામ કરે છે. બ્રિટનના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (એનસીએસસી)ના ડિરેક્ટર પોલ ચિસેસ્ટરે (Chichester) કહ્યું કે, અમે કોરોના મહામારી સામે લડવા માટે મહત્વપૂર્ણ કાર્યો કરનારાઓ સામે આવા સાયબર હુમલાની નિંદા કરીએ છીએ. સાયબર સુરક્ષા સંશોધનકારોના જણાવ્યા અનુસાર, APT29 હેકિંગ ટૂલનો ઉપયોગ ગત વર્ષે અમેરિકા, જાપાન, ચીન અને આફ્રિકાના ગ્રાહકો સામે પણ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- હવે બ્રિટન પાઠ ભણાવશે ચીનને, મોકલી રહ્યું છે યુદ્ધ જહાજો


બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ (Dominic Raab)એ કહ્યું છે કે, કોરોના મહામારી સામે લડતી સંસ્થાઓ પર રશિયાની ગુપ્તચર એજન્સીઓનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને સ્વીકારવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, બ્રિટન અને અમેરિકાએ મે મહિનામાં કહ્યું હતું કે, હેકરોના નેટવર્કથી કોરોના સામે લડવાનો પ્રયાસ કરી રહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ રશિયા તેમાં સામેલ હોવાનું કહેવાતું નથી. હવે અમેરિકા, બ્રિટન તેમ જ કેનેડા પણ કહે છે કે રશિયા હેકર્સ દ્વારા વેક્સીન પ્રોગ્રામની મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે.


આ પણ વાંચો:- અમેરિકામાં લેટ સ્ટેજ કોરોના વેક્સિન ટ્રાયલની તૈયારી, જલદી મળી શકે છે ખુશખબર


ત્યારે એક અલગ મામલે બ્રિટને વેક્સીન એક્ટર્સ પર લીંક થયેલા દસ્તાવેજોને ઓનલાઇન વાયરલ કરવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટનનું કહેવું છે કે રશિયા એક્ટર્સે 2019ના ચૂંટણીમાં હસ્તક્ષેપના પ્રયાસો અંતર્ગત લીક દસ્તાવેજોનો ઓનલાઇન ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું. બ્રિટન આગામી સપ્તા બ્રિટિશ રાજનીતિમાં રશિયા પ્રભાવને દર્શાવતી એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube