વોશિંગ્ટન: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર થયેલા હુમલાનો બદલો લીધો છે. બાઈડેનના આદેશ પર ગુરુવારે સીરિયા (Syria) માં ઈરાન સમર્થિત મિલિશિયા (Militia) સમૂહ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. પેન્ટાગને આ અંગે જાણકારી આપતા કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં ઈરાકમાં યુએસ આર્મીને નિશાન બનાવવામાં આવી હતી. જેના જવાબમાં મિલિશિયાના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થઈ શકે છે વધુ એટેક
પેન્ટાગને જણાવ્યું કે હવાઈ હુમલા બોર્ડર કંટ્રોલ પોઈન્ટ પર ઈરાક સમર્થિક કાતબ હિજબુલ્લાહ અને કાતાબ સૈય્યદ અલ શુહાદા (Kataeb Hezbollah and Kataeb Sayyid al-Shuhada) ને ધ્યાનમાં રાખીને કરાયા હતા. પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બી(John Kirby) એ કહ્યું કે આ હુમલા ઈરાકમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓ પર કરાયેલા હુમલાનો જવાબ છે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો અમેરિકા આગળ પણ આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપતું રહેશે. 


Barack Obama આ કારણસર મિત્ર પર ખુબ ગુસ્સે થયા હતા, મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું


પહેલી સૈન્ય કાર્યવાહી
સીરિયામાં થયેલો આ હુમલો બાઈડેન પ્રશાસન દ્વારા કરાયેલી  પહેલી સૈન્ય કાર્યવાહી છે. પેન્ટાગનના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમેરિકી કાર્યવાહી એક આનુપાતિક સૈન્ય પ્રતિક્રિયા હતી. જેને કૂટનીતિક ઉપાયો સાથે ગઠબંધન સહયોગીઓ સાથે વિચાર વિમર્શ બાદ કરાઈ હતી. જે ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં, તે અંગે અમને પૂરેપૂરી જાણકારી હતી. અમને ખબર હતી કે અમે કોને નિશાન બનાવ્યા છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube