Sanatana Dharma Controversy: ભારતમાં કેટલાક નેતાઓ સનાતન ધર્મ પર સવાલ ઉઠાવીને મીડિયા કવરેજ મેળવી રહ્યા છે. બીજી બાજુ આખી દુનિયામાં સનાતન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. હકીકતમાં G-20 સમિટમાં ભારત આવતા પહેલા બ્રિટિશ PM ઋષિ સુનકે કહ્યું કે, મને મારા પૂર્વજો, મારા મૂળિયા અને ભારત સાથેના સંબંધો પર ગર્વ છે અને એક ગૌરવસભર હિન્દુ હોવાના નાતે મારો ભારત અને ભારતના લોકો સાથે હંમેશા જોડાવ રહેશે. જ્યારે બીજી બાજુ અમેરિકાના લુઈસવિલે (કેન્ટુકી)ના મેયરે શહેરમાં 3 સપ્ટેમ્બર ને સનાતન ધર્મ દિવસ જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનાતન ધર્મ દિવસની જાહેરાત પર ગર્વ
અમેરિકી શહેરમાં સનાતન ધર્મ દિવસ ઉજવવાની જાહેરાત કરવા પર માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતના કરોડો હિન્દુઓ પણ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં જ કેટલાક લોકો અનાદિકાળથી ચાલી આવતા અને વિશ્વ કલ્યાણની ભાવના ધરાવતા સનાતન ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે. લુઈસવિલેમાં કેન્ટુકીના હિન્દુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉત્સવ દરમિયાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ તરફથી ડેપ્યુટી મેયર બારબરા સેક્સ્ટન સ્મિથે 3 સપ્ટેમ્બરને સનાતન દિવસ તરીકે ઉજવવાની અધિકૃત જાહેરાત કરી છે. 


મોટી હસ્તીઓ વચ્ચે થયું એલાન
આ આયોજનમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનના અધ્યક્ષ, આધ્યાત્મિક નેતા ચિદાનંદ સરસ્વતી અને ભગવતી સરસ્વતી ઉપરાંત ત્યાં લેફ્ટેનન્ટ ગવર્નર જેકલીન કોલમેન, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ કીશા ડોર્સી સહિત અને આધ્યાત્મિક નેતાઓ અને ગણમાન્ય વ્યક્તિઓએ લાભ લીધો. 


દુનિયાભરમાં છે સનાતન ધર્મના મંદિર
સનાતન ધર્મનો ધ્વજ આખી દુનિયામાં લહેરાઈ રહ્યો છે. ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓની શાખાઓ આખી દુનિયામાં ફેલાયેલી છે. જેમાં હરિદ્વાર સ્થિત શાંતિકુંજ પરિસરથી સંચાલિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, આર્ટ ઓફ લિવિંગ અને ચિન્મય મિશન જેવી અનેક સંસ્થાઓના સેન્ટર અમેરિકા અને યુરોપના ખૂણે ખૂણે ફેલાયેલા છે. હવે તો મુસ્લિમ દેશોમાં પણ સનાતન હિન્દુ ધર્મના મંદિર બની રહ્યા છે. જ્યારે ભારતમાં જ કેટલાક લોકો સનાતન ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે. 


નેતાઓના વિવાદિત નિવેદન
અત્રે જણાવવાનું કે તમિલનાડુના યુવા કલ્યાણ અને ખેલ મંત્રી ઉદયનિધિએ બે સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સનાતન ધર્મને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ સંક્રમણ, ડેન્ગ્યુ, અને મલેરિયા સાથે કરતા તેને ખતમ કરવાની વકીલાત કરી હતી. ઉદયનિધિના આ નિવેદનને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન  ખડગેના પુત્ર અને કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ પણ સમર્થન આપ્યું હતું. એ જ રીતે કર્ણાટક કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યા છે. હિન્દુ ધર્મને લઈને ચાલી રહેલી નિવેદનબાજી વચ્ચે કર્ણાટકના ગૃહમંત્રી અને કોંગ્રેસના નેતા જી.પરેમેશ્વરે તેની ઉત્પતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube