આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો પાકિસ્તાનમાં લડે છે ચૂંટણી, અમેરિકાને ચિંતા
અમેરિકાએ પાકિસ્તાનમાં 25 જુલાઇના રોજ યોજાનાર ચૂંટણીમા આંતકવાદી સંગઠન લશ્કર એ તૈયબા સાથે સંબદ્ધ લોકોના ઉભા થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે
ઇસ્લામાબાદ : અમેરિકાએ પાકિસ્તાનમાં 25 જુલાઇના રોજ યોજાનાર ચૂંટણીમા આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા સાથે સંબંદ્ધ લોકોના ઉભા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મીડિયામાં આવેલા સમાચારોમાં આ વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે, અમેરિકાએ પોતાની ચિતાઓથી પાકિસ્તાનને અવગત કરાવી દીધા છે. સાથે જ યૂરોપીય સંઘે પણ પાકિસ્તાન સાથે ચૂંટણી માટે સુરક્ષીત અને ભયમુક્ત સ્થિતીઓ બનાવવા માટે કહ્યું છે. ડોન અખબારના અનુસાર અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, લશ્કર એ તોયબા મુદ્દે અમે પોતાની ચિંતાઓ સાથે વારંવાર પાકિસ્તાન સરકારને અવગત કરાવ્યું છે. તેમાં લશ્કર સાથે જોડાયેલા વ્યક્તિઓની ચૂંટણી લડવાની પણ વાત છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન ચૂંટણી પંચે જૂનમાં મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ની નોંધણીને રદ્દ કરી દીધી હતી અને તેના કારણે લશ્કર સાથે તેના સંબંધો અંગે જણાવ્યું હતું. લશ્કર આંતરરાષ્ટ્રીય રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે વિદેશ વિભાગે એપ્રીલમાં લશ્કરની વિદેશી આતંકવાદી સંગઠનની સ્થિતીમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. જેના કારણે MMLને લશ્કરના સહયોગી તરીકે જોડવામાં આવી શકે.
પાકિસ્તાનમાં ધાર્મિક પાર્ટીઓએ 25 જુલાઇએ યોજાનાર નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી માટે 460 કરતા વધારે સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જે પોતાની અંદર એક અનોખો રેકોર્ડ છે. પાકિસ્તાન ચૂંટણી પંચ (ઇસીપી)ના ઉમેદવારોની અંતિમ યાદી ઇશ્યુ કરી દીધી છે. તેના અનુસાર નેશનલ એસેમ્બલીની 272 સામાન્ય સીટોની ચૂંટણી માટે 3459 ઉમેદવારો મેદાનમાં છે. પાકિસ્તાની દૈનિક ધ નેશનના રિપોર્ટ અનુસાર 1970માં જુલ્ફિકાર અલી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પુર્વી અને પશ્ચિમી પાકિસ્તાનમાં શેખર મુજીબુર રહેમાનનાં રાજકીય લીગના ઉમેદવારો વિરુદ્ધ જમાત એ ઇસ્લામીએ સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.
2002માં મુત્તહિદા મજલિસ એ અમાલે પણ સમગ્ર દેશમાં ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે આ વખતે આ આંકડો સૌથી વધારે છે. રિપોર્ટ અનુસાર એમએમએ, તહરીકલબ્બૈક પાકિસ્તાન, હાફિઝ સઇદની આગેવાનીવાળી જેડીયુની રાજનીતિક શાખા મિલ્લી મુસ્લિમ લીગ સમર્થિત અલ્લાહ ઓ અકબર તહરીક પાર્ટી અને અન્ય નાના દળોએ 460થી વધારે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉમેદવારો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન), પાકિસતાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવારો માટે ઘણી સીટો પર ચૂંટણી પાસો પલટવાની મોટી ભુમિકા નિભાવી શકે છે.