bird flu outbreak : દુનિયામાં એક નવા વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોના વાયરસથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે હ્યુમન બર્ડ ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે. જેનાથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં હ્યુમન બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળી આવ્યો છે. અમેરિકાના સ્વાસ્થય અધિકારીઓએ તેની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ બર્ડ ફ્લુથી સંક્રમિત મળી આવ્યો છે. જોકે, દર્દીના કોઈ પશુના સંપર્કમાં આવવાની કોઈ માહિતી મળી નથી. તેને લઈને રોગ નિયંત્રણ તેમજ કન્ટ્રોલ કેન્દ્ર(CDC) એ જણાવ્યું કે, યુએસના મિસૌરીની એક હોસ્પિટલમાં આ દર્દીની સારવાર ચાલી રહી છે. હવે તે સાજો થઈ ગયો છે. 


ગુજરાત પરથી એકાએક ખસી ગયા વાદળો! વરસાદી સિસ્ટમ ઠંડી પડી જતા આગાહીનું આખું ચિત્ર પલટાયું!


વ્યક્તિમાં બર્ડ ફ્લૂ ફેલાવવું દુર્લભ
સીડીસીના અનુસાહર, અમેરિકામાં આ વર્ષે બર્ડ ફ્લૂનો આ 14 મો માનવ કેસ છે. પરંતું પશુઓમાં સંક્રમિત આવ્યા વગર બર્ડ ફ્લૂ થવાનો આ પહેલો કેસ છે. એજન્સીએ જણાવ્યું કે, હાલના આંકડા પર નજર કરીએ તો તે લોકો માટે બહુ જોખમ ભરેલું નથી. બર્ડ ફ્લૂ એક વાયરસ બીમારી છે, જેનાથી પક્ષી અને પ્રાણીઓ સંક્રમિત થાય છે. વ્યક્તિઓમાં તેનું સંક્રમણ દુર્લભ છે. 


H5 નો પહેલો કેસ
સીડીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે લોકો યુ.એસ.માં અગાઉ બર્ડ ફલૂનો ચેપ લગાવી ચૂક્યા છે તેઓ ચેપગ્રસ્ત મરઘાં અથવા પ્રાણીઓના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ મિઝોરી દર્દી બીમાર અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવ્યા વિના HS નો પહેલો કેસ છે. મિઝોરીના આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે. દર્દીને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી.


મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેત