વોશિંગટનઃ અમેરિકાના રક્ષા મંત્રી લૉયડ ઓસ્ટિને જણાવ્યુ કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમને સામાન્ય લક્ષણ છે. ઓસ્ટિને રવિવારે રાત્રે એક નિવેદનમાં પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને કહ્યું કે, તે આઇસોલેટ છે. તેમણે કહ્યું કે, આગામી સપ્તાહમાં સંભવ હશે, એટલી બેઠકોમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે. તેમણે કહ્યું- મેં રાષ્ટ્રપતિ (જો બાઈડેન) અને મારી ટીમને મારા સંક્રમિત હોવાની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૂસ્ટર ડોઝ લઈ ચુક્યા છે ઓસ્ટિન
ઓસ્ટિને કહ્યુ- મારા સ્ટાફના કર્મીઓએ મારા સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે અને તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જે મારા સંપર્કમાં આવ્યા હતા. ઓસ્ટિન (68) એ જણાવ્યુ કે, તેમનું સંપૂર્ણ વેક્સીનેશન થઈ ચુક્યુ છે અને ઓક્ટોબરમાં બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. તેમણે કહ્યું- રસી લાભકારી છે... હું બધાને બૂસ્ટર ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરુ છું. 


આ પણ વાંચોઃ WHO એ જતાવ્યો ભરોસો, આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે કોરોના, પરંતુ...


આવી શકે છે કોરોનાની સુનામી
અમેરિકામાં દરરોજ નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેની પાછળ મુખ્ય કારણ ઓમિક્રોન વેરિએન્ટ હોવાનું સામે આવ્યું છે. દૈનિક કેસ તે સમયે રેકોર્ડ બનાવી રહ્યાં છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટના કેસ કોરોનાની સુનામી લાવી શકે છે. તેનાથી થાકી ચુકેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને સ્વાસ્થ્ય સેવાઓ પર વધુ દબાવ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube