વોશિંગટન: અમેરિકાએ મંગળવારે પાકિસ્તાની આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના નેતાને આતંકી જાહેર કર્યો છે. તહરીક-એ-તાલિબાન (TTP)ના પાકિસ્તાન તાલિબાન પણ કહેવામાં આવે છે. આ કોઇ આત્મઘાતી હુમલા અને બોમ્બ વિસફોટોમાં થયાલે નિર્દોષ લોકોની હત્યામાં સામેલ રહ્યું છે. આ પહેલા તહરીક-એ-તાલિબાનને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એસડીજીડી એટલે કે, સ્પેશ્યલી ડેઝીગ્નેટિડ ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઇમરાનના પૂર્વ MLAની પત્ની અને પુત્રીએ કહ્યું- મુસ્લિમ બનવા કરાય છે દબાણ, નથી જવું પાકિસ્તાન


જુન 2018માં તહરીક-એ-તાલિબાનની કામાન નૂર વલી ઉર્ફે મુફ્તી નૂર વલી મેહસુદને સાંપવામાં આવી હતી. ટીટીપીના ટોચના મુલ્લા ફઝિઉલ્લાહના માર્યા ગયા બાદ નૂર વલીને આતંકી સંગઠનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જણાવ્યા અનુસાર, નૂર વલી ના નેતૃત્વમાં ટીટીપીએ પાકિસ્તાનમાં ઘણા આતંકી હુમલાની જવાબદારી લીધી છે.


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...