USના ઓપરેશન `ઓસામા` અને PAKના ઇરાદા પર થયો સૌથી મોટો ખુલાસો
અમેરિકા (America)એ વિશ્વાસના અભાવ અને આતંકવાદીઓ સાથે જોડાયેલા મામલે તેમના અનુભવોને ધ્યાનમાં રાખી ઓસામા બિન લાદેન (Osama bin Laden)ના અડ્ડાની જાણકારી પાકિસ્તાન (Pakistan) સાથે શરે કરી નહોતી
નવી દિલ્હી: અમેરિકા (America)એ વિશ્વાસના અભાવ અને આતંકવાદીઓ સાથે જોડાયેલા મામલે તેમના અનુભવોને ધ્યાનમાં રાખી ઓસામા બિન લાદેન (Osama bin Laden)ના અડ્ડાની જાણકારી પાકિસ્તાન (Pakistan) સાથે શરે કરી નહોતી. પૂર્વ અમેરિકાના સંરક્ષણ મંત્રી તેમજ સીઆઇએના પૂર્વ લિયોન પનેટા (Leon Panetta)એ અમારી સહયોગી WION ચેનલને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તે વાત માનવી ઘણી મુશ્કેલ હતી કે પાકિસ્તાનમાં એવું કોઈ નથી કે જેને ઓસામા બિન લાદેનને એબોટાબાદના કેમ્પસમાં હોવાની જાણકારી નહોતી.
આ પણ વાંચો:- અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ભારતની સાથે કર્યો આ મોટો સોદો
ઉલ્લેખનીય છે કે, ઓસામા બિન લાદેન અમેરિકામાં સૌથી વૌન્ટેડ આતંકવાદી હતો અને આતંકવાદી સંગઠન અલકાયદાનો તત્કાલીન સરદાર હતો. અમેરિકાની સેના સીલ ટીમે 2 મે 2011ના એક ગુપ્ત અભિયાન અંતર્ગત એબોટાબાદમાં તેના અડ્ડા પર તેને ઠાર માર્યો હતો. પનેટાએ કહ્યું, જ્યારે અમને પાકિસ્તાનમાં તેના અડ્ડાની જાણકારી મળી ત્યારે તે એબટાબાદમાં હતો.
આ પણ વાંચો:- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાને થયો કોરોના, માસ્કને હંમેશા કરતા હતા ઈગ્નોર!
અમેરિકાની કેન્દ્રીય ગુપ્ત એજન્સી (CIA)ના પૂર્વ પ્રમુખ પનેટાએ કહ્યું કે, જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે તે કેમ્પસ અન્ય કેમ્પસ કરતા ત્રણ ગુણ મોટું હતું. જેની દિવાલ એક તરફથી 18 ફૂટ અને બીજી તરફથી 12 ફૂટ ઊંચી હતી અને તેના ઉપર કાંટાળા તાર લગાવવામાં આવેલા હતા. તેમણે કહ્યું કે, તે વાત માનવી ઘણી મુશ્કેલ હતી કે પાકિસ્તાનમાં એવું કોઈ નથી કે જેને ઓસામા બિન લાદેનને એબોટાબાદના કેમ્પસમાં હોવાની જાણકારી નહોતી.
આ પણ વાંચો:- USથી ભારતીયો માટે આવ્યા ખુબ રાહતના સમાચાર, કોર્ટે ટ્રમ્પના આદેશને 'કચરા ટોપલી'માં નાખ્યો
પનેટાએ કહ્યું કે, એકવાર આ કેમ્પસની જાણકારી મળ્યા બાદ તે નિર્ણય કરવાનો હતો કે, આ વિશે પાકિસ્તાન સાથે માહિતી શેર કરવી કે નહીં અને યુએસના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ આધાર પર નિર્ણય લીધો હતો કે, આ અંગે પાકિસ્તાન સાથે વાત કરવા પર તે લીક થઇ શકે છે અને અચાનક ઓસામા બિન લાદેન ત્યાંથી ગાયબ થઈ જશે.
આ પણ વાંચો:- ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના
તેમણે કહ્યું, આ ચિંતા અને વિશ્વાસના અભાવના કારણે અમે પાકિસ્તાન સાથે ઓસામાના અડ્ડાની જાણકારી શેર કરી નહોતી અને અમે તેમને અમારા અભિયાનની જાણકારી આપી નહોતી કેમ કે, અમને ભય હતો કે, જો માહીત શેર કરશું તો ઓસામાને ત્યાંથી ફરાર થવાની સલાહ આપવામાં આવશે. પનેટાએ કહ્યું કે, તેથી અમારું માનવું છે કે, અમે ઓસામા સુધી પહોંચવાના મિશન સફળ રહ્યાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube