વોશિંગટનઃ અમેરિકાને તેના 47મા રાષ્ટ્રપતિ મળી ગયા છે... ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરીને સુપરપાવર અમેરિકાના સુપર બોસ બની ગયા છે... પરંતુ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર ભારતના મુસ્લિમો શું વિચારે છે?... ટ્રમ્પને ફરી કમાન મળતાં મુસ્લિમોની શું પ્રતિક્રિયા છે?... આવો જોઈએ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શબ્દો અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના છે... તેમણે ભવ્ય જીત બાદ પોતાની સ્પીચમાં અમેરિકાના તમામ રાજ્યના તમામ સમાજના લોકોનો આભાર માન્યો... ડોનાલ્ડ ટ્રમ્પને સ્વિંગ સ્ટેટ સહિત મુસ્લિમ પ્રભાવિત રાજ્યમાં પણ સારો પ્રતિસાદ મળ્યો... જે દર્શાવે છે કે મુસ્લિમોએ પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના દિલમાં જગ્યા આપી દીધી છે...


અમેરિકામાં ટ્રમ્પ સરકાર રિટર્ન્સ થઈ છે... જેના પગલે દુનિયામાં અનેક નવા ઉતાર-ચઢાવ જોવા મળશે તે નક્કી છે... ત્યારે ભારતના મુસ્લિમો શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો... 


ભારતમાં રહેતાં મુસ્લિમ લોકો પણ માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરાવશે... અને તેનો સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે વિક્ટ્રી સ્પીચમાં આપી દીધો છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાનો તે પ્રયાસ કરશે. તેમણે સતત યુદ્ધને રોકવાની વકાલત કરી છે.


આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિને શું મળે છે સુવિધાઓ, વિશ્વની સૌથી મોંઘી કાર અને કરોડોમાં પગાર


ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં મુસ્લિમોનું સારું એવું સમર્થન મળ્યું છે... જેનો પુરાવો મિશિગનમાં મળેલી જીત છે... કેમ કે મિશિગન હંમેશા ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ રહ્યો છે... આ વખતની ચૂંટણીમાં. ડોનાલ્ડ ટ્રમ્પને 27 લાખ 56 287 મત મળ્યા. જ્યારે કમલા હેરિસને 26 લાખ 64 865 મત મળ્યા છે.


આજ કારણ છે કે ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી અમેરિકામાં રહેતાં મુસ્લિમો સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો.


ડોનાલ્ડ ટ્રમ્પ ભરે ટ્રાવેલ બેનની વાત કરી રહ્યા હોય કે પછી બીજી કોઈ... પરંતુ મુસ્લિમ મતદારોને મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાની વાત જરૂર સમજમાં આવી રહી છે... આ જ કારણ છે કે આ ચૂંટણીમાં તેમણે ટ્રમ્પ માટે પોતાના દિલના દરવાજા ખોલી નાંખ્યા... જ્યારે કમલા હેરિસ માટે દરવાજા બંધ કરી દીધા... ત્યારે એ જોવાનું રહેશે કે ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને રોકવા માટે કેવા પ્રયાસો કરે છે?