અમેરિકાના રાષ્ટ્રપતિને શું મળે છે સુવિધાઓ, વિશ્વની સૌથી મોંઘી કાર અને કરોડોમાં પગાર
અમેરિકામાં ચાર વર્ષ બાદ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે, જોકે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. ટ્રેન્ડમાં ટ્રમ્પે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને ખૂબ પાછળ છોડી દીધા છે. નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ 20 જાન્યુઆરી, 2025ના રોજ થશે. અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. આવો જાણીએ અમેરિકાના રાષ્ટ્રપતિને શું સુવિધાઓ મળશે.
વોશિંગટનઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બમ્પર જીત મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે... સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે... એવામાં રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ કેટલા પાવરફૂલ હશે?... તેમની પાસે કઈ-કઈ શક્તિઓ હશે?... જોઈશું આ અહેવાલમાં...
અમેરિકાના રાષ્ટ્રપતિને કેમ સૌથી વધારે સુરક્ષિત ગણવામાં આવે છે તે પ્રશ્નનો જવાબ પણ આપીશું... પરંતુ તે પહેલાં આ દ્રશ્યો જુઓ... જ્યારે રાષ્ટ્રપતિનો કાફલો ચાલે છે ત્યારે સ્થાનિક સુરક્ષાકર્મીઓ ઉપરાંત પોતાના લોકો પણ હોય છે.. જે સેંકડોની સંખ્યામાં હોય છે... બહારના ઘેરાની જવાબદારી સ્થાનિક પોલીસ અને સુરક્ષાકર્મીઓ કરે છે...
આ તો રાષ્ટ્રપતિના કાફલાની વાત કરી... વર્ષ 2016માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આ લિમોઝિન કાર ખાસ ડિઝાઈન કરવામાં આવી... આ પહેલાના રાષ્ટ્રપતિઓ માટે કેડલક કારનો ઉપયોગ કરવામાં આવતો હતો... હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાદુઈ કાર પર નજર કરીએ...
રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાદુઈ કાર
તેની બોડી સ્ટીલ, એલ્યુમિનિયમ, ટાઈટેનિયમ અને સેરેમિકથી બનેલા 5 ઈંચ જાડા મિલિટ્રી ગ્રેડ ગેટથી બનાવાય છે...
તેમાં શોટ ગન, ટીયર ગેસ, હથિયાર અને રાષ્ટ્રપતિના લોહી ગ્રૂપ સાથે મળતું લોહી હોય છે...
બોમ્બ બ્લાસ્ટથી બચી શકે તે માટે સ્ટીલ પ્લેટ બનાવવામાં આવી...
બૂટમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ, ટિયર ગેસ અને સ્મોક સ્ક્રીન હોય છે...
તેની પાછળના ભાગમાં રાષ્ટ્રપતિ સહિત 4 લોકોની બેઠક...
પેનિક બટન અને ઓક્સિજન સપ્લાય હોય છે...
દરવાજા 8 ઈંચ જાડા.. કેમિકલ હુમલાથી સુરક્ષિત હોય છે...
તેલની ટેન્ક સીધા હુમલા અને બ્લાસ્ટથી બચવા માટે સ્પેશિયલ ફોમવાળી ફૂલ પ્રૂફ હોય છે...
તેની બારીઓ પોલી કાર્બોનેટથી બનેલા 5 લેયરવાળા બુલેટ પ્રૂફ કાચથી બનેલી છે...
ડ્રાઈવર કંપાર્ટમેન્ટમાં GPS ટ્રેકિંગ સિસ્ટમથી ભરપૂર કમ્યુનિકેશન સેન્ટર હોય છે..
કારમાં નાઈટ વિઝન કેમેરા હોય છે...
પંચર ન થનારા ટાયર હોય છે.. જે ધ્વસ્ત થવા પર પણ કામ કરશે...
અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન
ગાડી સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે વિમાનમાં મુસાફરી કરે છે તેને સુપર પાવર હાઉસ ગણવામાં આવે છે... આ વિમાનનું નામ છે એરફોર્સ વન... દુનિયાના તમામ મોટા દેશના નેતાઓ પાસે પોતાનું સ્પેશિયલ વિમાન હોય છે... પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે જે વિમાન છે તેનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી... આ માત્ર વિમાન નથી.. પણ અમેરિકાના રાષ્ટ્રપતિનો આકાશી મહેલ પણ છે... અને ઓફિસ પણ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ છોડ્યા પછી તે સૌથી વધારે એરફોર્સ વન વિમાનને મિસ કરશે... ત્યારે એરફોર્સ વન કેમ ખાસ છે તેની વિશેષતાની વાત પણ કરી લઈએ...
પરમાણુ વિસ્ફોટથી ઉત્પન્ન થનારા ઈલેક્ટ્રો મેગ્નેટિકથી વિમાનને બચાવે છે...
વિમાનમાં રહેલી ડાયરેક્શનલ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવે છે..
દુશ્મન મિસાઈલ હુમલાથી બચી જાય તો પાંખમાં રહેલ હથિયાર હુમલો કરી દેશે...
રાષ્ટ્રપતિ પાસે ન્યૂક્લિયર વેપન્સ લોન્ચ કરવાનું બટન હોય છે..
જોખમ વધતાં વિમાનના એસ્કેપ પોડની મદદથી રાષ્ટ્રપતિને બચાવી શકાય છે...
વિમાનમાં ઉડાન દરમિયાન જ રિફ્યૂલિંગની સુવિધા પણ મળી જાય છે...
આ વિમાનની 1 કલાકની ઉડાનનો ખર્ચ લગભગ 68 હજાર ડોલર થાય છે...
અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના નાતે ડોનાલ્ડ ટ્રમ્પ જે નિર્ણય લેશે તેની અસર આખી દુનિયા પર થાય છે... અમેરિકામાં રાષ્ટ્રપતિ જ સુપ્રીમ પાવર હોય છે... તે સલાહ વિના કોઈપણ કાયદો કે આદેશ પસાર કરી શકે છે.... એટલું જ નહીં પરમાણુ હુમલાનો આદેશ આપવાનો અધિકાર પણ રાષ્ટ્રપતિની પાસે હોય છે... એટલે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાં જ તેમને આ તમામ અધિકાર મળી ગયા છે... ત્યારે એ જોવાનું રહેશે કે ટ્રમ્પ બીજા કાર્યકાળમાં દેશને કેટલી ઉંચાઈએ લઈ જાય છે.