કાબુલ: કાબુલ (Kabul) થી પોતાના નાગરિકો અને અફઘાનીઓને બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન અમેરિકી સેનાના એક વિમાનનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને હવે એવી આશંકા પેદા થઈ રહી છે કે શું આઈએસઆઈએસ Evacuation Mission માં લાગેલા વિમાનોને તોડી પાડવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના આ સૈન્ય વિમાન નીચેથી આગ ભભૂકતી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિંતામાં પડ્યું અમેરિકા
વિમાનથી ભભૂકતી આગે અમેરિકાને ચિંતામાં મૂકી દીધુ છે. અમેરિકી સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટની શાખા ISIS-K દ્વારા હુમલા થવાની આશંકાથી ચિંતિત છે. આઈએસઆઈએસના હુમલાને નિષ્ફળ કરવા માટે હવે અમેરિકી સૈન્ય વિમાન ઝડપથી હવામાં ડૂબકી ખાઈ કોમ્બેટ લેન્ડિંગ કરી રહ્યા છે. 


ફાયદો ઉઠાવવા માંગે છે ISIS
આઈએસઆઈએસ સાથે જોડાયેલા લોકો કાબુલની આજુબાજુ છૂપાયેલા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્વારા મચાવવામાં આવી રહેલા કોહરામનો ફાયદો ઉઠાવવા માંગે છે આથી આ સૈન્ય વિમાનો પર મિસાઈલ એટેક કરી શકે છે. આ વિમાનોમાં હજારો શરણાર્થીઓને અફઘાનિસ્તાનથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી રહ્યા છે. આ વિમાનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube