રાષ્ટ્રપતિની ખુરશી ખાલી કરતા પહેલા બાઈડેને કર્યું મોટું કામ, યુક્રેનને ભવિષ્યમાં નહિ પડે તકલીફ
US aid to Ukraine: ભલે અમેરિકાની સત્તામાં પરિવર્તન આવ્યું હોય, પરંતુ રશિયા સામે લડવા માટે યુક્રેનને ક્યારેય સમસ્યા નહિ થાય, કારણ કે જો બાઈડેને રાષ્ટ્રપતિની ખુરશી ખાલી કરતા પહેલા જ તેની વ્યવસ્થા કરી દીધી છે
Russia-Ukraine War: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી. અમેરિકાનું વલણ હંમેશા યુક્રેન તરફી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને જો બાઈડેન પોતાના કાર્યકાળમાં યુક્રેનની હંમેશા મદદ કરતા રહ્યાં છે. હવે જતા જતા તેમણે યુક્રેનની મોટી મદદ કરી છે. યુક્રેનને પૂરતી મદદ પહોંચવા માટે તેઓએ રાષ્ટ્રપતિની ખુરશી છોડતા પહેલા જ મોટુ કામ કર્યું છે. જેથી યુક્રેનને રાશિયાનો મુકાબલો કરવામાં કોઈ તકલીફ ન પડે. જોકે, ટ્રમ્પ તો કહી ચૂક્યા છે કે, આ યુદ્ધ રોકાઈને રહેશે.
શાંતિ વાર્તામાં મજબૂત સ્થિતિ
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, બાઈડેને પોતાના કાર્યકાળના અંતિમ મહિનાઓમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું કે, યુક્રેનની પાસે રશિયાની સામે આક્રમકતાથી લડવા માટે પૂરતો શસ્ત્ર સરંજામ ઉપલબ્ધ રહે. તેમણે એમ પણ કહ્યું કે, બાઈડેન પોતાના કાર્યકાળમાં યુક્રેનને મદદ પહોંચાડતા રહ્યા છે, અને આગામી સમયમાં પણ આ મદદ મળતી રહેશે. જેથી રશિયાને રોકી શકે અને સંભવિત શાંતિ વાર્તા મજબૂત સ્થિતિમાં રહે.
બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઈડેને નક્કી કર્યું કે, યુક્રેનને 20 જાન્યુઆરી સુધી ડોલર મળતા રહેશે. 20 જાન્યુઆરી, 2025 ના રોજ ડોનાલ્ડ ટ્ર્મપ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
યુક્રેનની પાસે પૂરતું ધન અને ગોળાબારુદ છે
બ્લિંકને બ્રસેલ્સની મુસાફરી દરિયાન કહ્યું કે, નાટો દેશે પોતાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એ નક્કી કરવું જોઈએ કે યુક્રેનની પાસે 2025 સુધી પ્રભાવી રીતે લડવા માટે પૂરતું ધન, ગોળા બારુદ અને સૈન્ય તાકાત હોય, જેથી મજબૂત સ્થિતિમાં શાંતિ વાર્તા કરવી શક્ય બની શકે.
આ વચ્ચે રશિયાએ 73 દિવસો બાદ પહેલીવાર બુધવારે યુક્રેનની રાજધાની કીવમાં મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યું હતું. રશિયાએ આ હુમલો અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનના નિવેદનના એક દિવસ બાદ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે રશિયાની મદદ માટે આવેલા ઉત્તર કોરિયાના સૈનિકોને કુસર્ક સીમા ક્ષેત્રમાં રશિયાની ધરતીથી યુક્રેનની સેનાને ખસેડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.