અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump નો જોવા મળશે નવો અંદાજ, બોક્સિંગ મુકાબલામાં કરશે કોમેન્ટ્રી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોક્સિંગ મુકાબલામાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે. ટ્રમ્પનો ફાઇટ કાર્ડની યજમાની અને પ્રચાર કરવાની સાથે બોક્સિંગનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે પરંતુ આ અંદાજ નવો છે.
વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બોક્સિંગ મુકાબલામાં કોમેન્ટ્રી કરશે. આ મુકાબલામાં પૂર્વ હેવીવેટ ચેમ્પિયન ઇવાન્ડર હોલીફીલ્ડ (Heavyweight Champion Evander Holyfield) સામેલ થશે. ટ્રમ્પની સાથે તેના પુત્ર ડોનાલ્ડ જૂનિયર પણ સામેલ થશે. હોલીવુડમાં થનાર આ મુકાબલાની ફીડ FITI.TV પર ઉપલબ્ધ થશે.
લોસ એન્જેલિસમાં ન મળી મંજૂરી
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ કહ્યુ- મને મહાન યોદ્ધા અને મુકાબલા પસંદ છે. આ વખતે શનિવારની રાત્રે હું એક મુકાબલાનો ભાગ રહીશ અને મારા વિચાર પણ રાખીશ. તમે તેને મિસ કરવા ઈચ્છશો નહીં. પહેલા આ મુકાબલો એન્જસેલમાં થવાનો હતો જેમાં ઓસ્કર ડે લા હોયાએ વિટોર બેલફોર્ટનો સામનો કરવાનો હતો.
આ પણ વાંચોઃ હાથમાં લેપટોપ બાજુમાં AK-47, આ છે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગવર્નર હાજી ઇદરિસ
બે મિનિટ, આઠ રાઉન્ડની ફાઇટ
ડેલા હોયાના કોરોના સંક્રમિત થવાને કારણે ખરા સમય પર હોલીફીલ્ડને સામેલ કરવામાં આવ્યો. હોલીફીલ્ડની ઉંમરને જોતા કેલિફોર્નિયા રાજ્ય એથલેટિક આયોગે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો જેના કારણે હવે મુકાબલા ફ્લોરિડામાં થઈ રહ્યા છે. હોલીફીલ્ડ આગામી મહિને 59 વર્ષના થઈ જશે અને 2011થી રિંગમાં ઉતર્યા નથી. બેલફોર્ટની સાથે તેની લડાઈ બે મિનિટના આઠ રાઉન્ડની છે.
9/11ના શહીદોને શ્રદ્ધાંજલિ
વર્ષોથી ઘણા ફાઇટ કાર્ડની યજમાની અને પ્રચાર કરવાની સાથે ટ્રમ્પનો બોક્સિંગની સાથે એક લાંબો ઈતિહાસ રહ્યો છે. એટલાન્ટિક સિટી, ન્યૂજર્સીમાં તેના કેસીનોમાં પણ આવા મુકાબલાનું આયોજન થતું રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ બોક્સિંગ રિંગથી 9/11ના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપશે.
(INPUT: PTI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube