India America: અમેરિકાના એક નિર્ણયથી ભારત બનશે શક્તિશાળી, રશિયા ખુશખુશાલ, પણ ચીનને લાગશે મરચા
વર્ષ 2017માં રજૂ થયેલા સીએએટીએસએ હેઠળ રશિયા પાસેથી રક્ષા અને ઈન્ટેલિજન્સ લેવડદેવડ કરનારા કોઈ પણ દેશ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ કાયદો 2014માં ક્રિમિયા પર રશિયાના કબજા અને 2016ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપના જવાબમાં લાવવામાં આવ્યો હતો.
S-400 Missile Deal: અમેરિકાની પ્રતિનિધિ સભાએ ભારતને રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સીએએટીએસએ પ્રતિબંધોમાંથી ખાસ છૂટ આપનારા એક સંશોધિત બિલને ગુરુવારે પાસ કરી દીધું. ભારતીય-અમેરિકી સાંસદ રો ખન્ના દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસનને ભારતને ચીન જેવા આક્રમક વલણ ધરાવતા દેશને રોકવામાં મદદ કરવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ (સીએએટીએસએ)થી છૂટ અપાવવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કરવાની ભલામણ કરાઈ છે.
સાંસદે જાણો શું કહ્યું?
NDAA પર સદનમાં ચર્ચા દરમિયાન ધ્વનિ મતથી આ સંશોધિત બિલ પાસ કરી દેવાયું. ખન્નાએ કહ્યું કે અમેરિકાએ ચીનના વધતા આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ભારતને પડખે રહેવું જોઈએ. ભારત કોક્સના ઉપાધ્યક્ષ તરીકે હું હંમેશા અમારા દેશો વચ્ચે ભાગીદારી મજબૂત કરવા અને એ સુનિશ્ચિત કરવા પર કામ કરી રહ્યો છું કે ભારતીય-ચીન સરહદ પર ભારત પોતાની રક્ષા કરી શકે.
તેમણે કહ્યું કે આ સંશોધન ખુબ મહત્વપૂર્ણ છે અને મને એ જોઈને ગર્વ થયો કે તેને બંને પક્ષોના સમર્થનથી પાસ કરી દેવાયું છે. સદનમાં પોતાની ટિપ્પણીઓમાં ખન્નાએ કહ્યું કે અમેરિકા-ભારત ભાગીદારીથી વધુ મહત્વપૂર્ણ અમેરિકાના રણનીતિક હિતમાં બીજુ કશું જરૂરી નથી. બિલમાં કહેવાયું છે કે યુનાઈટેડ સ્ટેટ્સ-ઈન્ડિયા ઈનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજીસ (આઈસીઈટી) બંને દેશોમાં સરકારો, શૈક્ષણિક સમુદાય અને ઉદ્યોગો વચ્ચે નીકટની ભાગીદારી વિક્સિત કરવા માટે એક સ્વાગત યોગ્ય અને જરૂરી પગલું છે જેથી કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક્નોલોજી, એરોસ્પેસ અને સેમીકન્ડક્ટર વિનિર્માણમાં નવીનતમ પ્રગતિને અપનાવવામાં આવી શકે.
તેમાં કહેવાયું છે કે એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો વચ્ચે એવી ભાગીદારી એ સુનિશ્ચિત કરવામાં મહત્વનું છે કે અમેરિકા અને ભારત સાથે દુનિયાભરના અન્ય લોકશાહી દેશ ઈનોવેશન અને ટેક્નિકલ પ્રગતિને પ્રોત્સાહન આપી શકે. જેથી કરીને રશિયા અને ચીનની ટેક્નોલોજીને પછાડી શકાય.
વર્ષ 2017માં રજૂ થયેલા સીએએટીએસએ હેઠળ રશિયા પાસેથી રક્ષા અને ઈન્ટેલિજન્સ લેવડદેવડ કરનારા કોઈ પણ દેશ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ કાયદો 2014માં ક્રિમિયા પર રશિયાના કબજા અને 2016ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપના જવાબમાં લાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube