વોશિંગટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા થઈ રહી છે. ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીની માર્યા બાદ બંન્ને દેશ એકબીજાને ધમકી આપી રહ્યાં છે. એક તરફ ઈરાન જ્યાં પોતાના સૈન્ય અધિકારીના મોતનો બદલો લેવાની તૈયારીમાં છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પણ ચેતવણી આપવામાં આવી રહી છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, ઈરાનની પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર હશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અમેરિકા અને ઈરાન ચાલી રહેલા તણઆમ વચ્ચે ઈરાનની સરકારી ટીવીમાં કહેવામાં આવ્યું કે ઈરાન હવે 2015ની પોતાના પરમાણુ સમજુતીનું કોઈપણ ભોગે પાલન કરશે નહીં. સાથે ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ પણ ફરી શરૂ કરશે. ઈરાનની જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. 


ટ્રમ્પની યુદ્ધ શક્તિઓને સીમિત કરવા માટે અમેરિકાની સંસદમાં થશે મતદાન


ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ ધમકી આપી હતી કે જો ઈરાન અમેરિકી સૈન્ય કે હિતો પર હુમલો કરે છે તો તેના પર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનના સાંસ્કૃતિક સ્થળોને પણ નિશાન બનાવી શકે છે. 


અમેરિકાએ આપી હતી ચેતવણી
અમેરિકાએ પાછલા વર્ષે ખુદને પરમાણુ સમજુતીથી અલગ કર્યા બાદ તેહરાન પર હટાવવામાં આવેલા પ્રતિબંધોને ફરીથી લાગૂ કરવાની ચેતવણી આપી હતી. તો ઈરાનની સાથે આ પરમાણુ સમજુતીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની સિવાય ચીન અને રૂસ પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube