વોશિંગ્ટન : અમેરિકન મીડિયાએ દાવો કર્યો કે પાકિસ્તાનની ગુપ્ચર એજન્સી (ISI) સરહદી વિસ્તારોમાં તાલિબાનોને ગુપ્ત રીતે સહયોગ કરે છે. વોશિંગ્ટન ટાઇમ્સનાં એક અહેવાલ અનુસાર પાકિસ્તાનનાં સીમા પરનાં વિસ્તારમાં ખાસ પ્રકારનાં મહોલ્લાઓ અને આસપાસનાં વિસ્તારોનો ઉલ્લેખ છે, જેને તાલિબાની આતંકવાદીઓ છુપાવા માટે ઉપયોગમાં લે છે. રિપોર્ટમાં દાવો કરાયો કે અફઘાનિસ્તાનથી આતંકવાદીઓ બેધડક પાકિસ્તાન સેનાનાં ગઢ ક્વેટામાં આવતા જતા રહે છે. જ્યાંથી સેના અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સનાં અધિકારીઓ સાથે મુલાકાત ઉપરાંત મદદ પણ કરતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગર દલેર મહેંદીને કોર્ટે ફટકારી 2 વર્ષની કેદની સજા, જાણો


અખબારે અજાણ્યા ગુપ્ત સુત્રોનાં હવાલાથી કહ્યું કે, અમારૂ માનવું છે કે ઉચ્ચ તાલિબાન નેતૃત્વ પશ્તુનાબાદ, ગુલિસ્તાન અને આસપાસનાં વિસ્તારોમાંથી સંચાલિત થઇ રહ્યો છે. તેમનાં અનુસાર ક્વેટાથી 44 કિલોમીટર દુર એક નાનકડું સીમાવર્તી જિલ્લો કિલ્લા અબ્દુલ્લા પણ એવો જ એક વિસ્તાર છે જ્યાં તાલિબાન આઇએસઆઇની સાથે મળીને કામ કરી રહ્યું છે. જિલ્લાની અંદર ચમન નામનાં એક વિસ્તારની સીમાં અફઘાનિસ્તાનને મળે છે, જેને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે. આતંકવાદીઓ ત્યાં ખુલ્લામાં ફરે છે અને પોતાની ગતિવિધિઓ ચલાવે છે. સ્થાનિક લોકો તેમને તાલિબ્સ નામથી ઓળખે છે.


વિમાનનો દરવાજો ખુલી ગયોને થયો સોનાનો વરસાદ!


સુત્રો અનુસાર ઓટોમેટિક હથિયારો સાથે તાલિબાનનાં લડાકુઓ મોટરસાઇકલ સાથે ચાર પૈડાવાળા વાહનો પર બેથી માંડીને પાંચ સાથીઓ સાથે કુચલક માર્ગ પર આવતા જતા રહે છે. વોશિંગ્ટન ટાઇમ્સે કહ્યું કે, આઇએસઆઇ પોતાનાં વાહનોનો ઉપયોગ કરીને તાલિબાનોને આવવા જવા માટે રસ્તો ઉપલબ્ધ કરાવે છે. જો તાલિબાનની સ્થાનિક પોલીસ ધરપકડ કરે તો આઇએસઆઇનાં અધિકારીઓ પહોંચીને તેમને છોડાવી દે છે.


PM મોદી વિરૂધ્ધ લાલુ સમર્થકોનો ખૂની ખેલ, વાંચો