વોશિંગટન: અમેરિકા અને ચીન વચ્ચેનો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે. કારણ અમેરિકન વાયુસેનાનું એક યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદિત દ્વીપોમાં જોવા મળ્યું હતું. અમેરિકાના બે લશ્કરી અધિકારીઓએ સીએનએનને જણાવ્યું હતું કે લક્ષ્યભેદ મિસાઇલ વિદ્વંસક યીએસએસ ડેકાટૂર રવિવારે સ્પ્રેટલી દ્વીપોની ગેવન અને જોનસન ખડકોના 12 સમુદ્રી મીલના ક્ષેત્રમાં ગયા હતા. યુ.એસ. નેવીએ તેને નેવિગેશનની સ્વતંત્રતા તરીકે વર્ણવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘‘ અમેરિકન લશ્કર દક્ષિણ ચીન સાગર સહિત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં દરરોજ પોતાનું અભિયાન ચલાવી રહ્યું છે. દરેક અભિયાન આંતરાષ્ટ્રીય નિયમોના અનુસાર ચાલી રહ્યું છે અને દેખાડી રહ્યા છે કે અમેરિકા દરેક તેવી જગ્યા ઉડાવવી શકે છે, શીપ મોકલી શકે છે, અથાવ અન્ય કોઇ અભિયાન ચલાવી શકે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદો પરવાનગી આપે છે.’’


દક્ષિણ ચીન સાગરમાં ઉડાન ભરવા પર ચીને અમેરિકાને આપી ચેતવણી


બીજિંગ: વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન વિમાન ઉડાવવા પર ચીને ગુરૂવારે અમેરિકા પર વિસ્તારોમાં તંગદિલી ઉભી કરવાનો આરોપ લગાવ્યો હતો. સમાચાર એજન્સી ‘એફે’ના રિપોર્ટ અનુસાર, બન્ને દેશોની વચ્ચે લશ્કરી સંબંધ ખરાબ કરવાના દોષ લગાવતા બીજિંગે વોશિંગટનથી વધુ પરિપકવ બનાવા માટે કહ્યું અને આવા કાર્યોના પરિણામની ચેતવણી આપી હતી. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, ‘‘ચીન તેમના વિસ્તારોમાં લશ્કરી ઘૂસણખોરીનો વિરોધ કરે છે અને તે દક્ષિણ ચીન સાગરમાં પોતાના અધિકારો તેમજ હિતની રક્ષા માટે દરેક જરૂરી પલગા ભરશે.’’


મંત્રાલયના પ્રવક્તા રેન ગુઓકિયાંગે એક પ્રસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘‘અમને અમેરિકાથી સારી રીતભાત સાથે યોગ્ય અને પરિપક્વ વર્તન કરવા અને દ્વીપક્ષીય સંબંધમાં સુધારવા માટે પગલા ભરવાની માંગ કરીએ છે. અમને અમેરિકા પાસે ચીનની સાથે મળીને કામ કરવાનો આગ્રહ રાખીએ છે. બિઝનેસ હિતોના સંઘર્ષને કારણે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંબંધ ખરાબ ચાલી રહ્યા છે.’’


ચીનના રક્ષા મંત્રાલયે ગુરૂવારે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગર પર અમેરિકન બી -52 સ્ટ્રેટોફોર્ટ્રેસને ઉડાવવું ‘ઉકસાવવાની કાર્યવાહી’ છે. પેન્ટાગનમાં બુધવારે કહ્યું હતું કે પૂર્વ ચીન સાગરમાં જાપાનની સાથે સંયુક્ત અભિયાનમાં બી -52 સ્ટ્રેટોફોર્ટ્રેસ ભાગ લીધો અને એક દિવસ પહેલા તેમણે દક્ષિણ ચીન સાગરની ઉપર, આંતરરાષ્ટ્રીય હાવઇમાર્ગ પરથી ઉડાવ્યું હતું.