US New Year Attack: અમેરિકામાં નવા વર્ષની શરૂઆત થતા જ એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. ન્યૂ ઓર્લિયન્સમાં ફૂલ સ્પીડમાં આવી રહેલા એક ટ્રક ચાલકે પાર્ટી કરી રહેલા લોકોને અડફેટે લીધા હતા અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. નવા વર્ષની ઉજવણી કરતા લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો પર ટ્રક ચઢાવીને કર્યો અંધાધૂંધ ફાયરિંગ
ઘટના બાદ ન્યૂ ઓર્લિયન્સના મેયરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો હતો. જો કે, બાદમાં એફબીઆઈએ આ વાતને નકારી કાઢી હતી. મેયરના નિવેદનનું ખંડન કરતા એફબીઆઈએ કહ્યું કે, આ કોઈ આતંકવાદી ઘટના નથી. એએફપીના અહેવાલ મુજબ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સ્પીડમાં આવી રહેલો એક ટ્રક ભીડમાં ઘૂસી ગયો હતો અને ડ્રાઇવરે વાહનમાંથી ઉતરતા પહેલા ફાયરિંગ શરૂ કર્યું હતું. આ પછી પોલીસે પણ જવાબી કાર્યવાહી કરવી પડી હતી.


નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત


ઘાયલોની પાંચ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 
ઇમરજન્સી એજન્સી નોલા રેડીએ જણાવ્યું કે, આ ઘટના અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં કેનાલ અને બોર્બોન સ્ટ્રીટ નામના માર્ગ પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. ન્યૂ ઓર્લિયન્સ પોલીસે અગાઉ કહ્યું હતું કે, તેઓ સામૂહિક જાનહાનિની ​​ઘટના જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.


સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!


નોલા રેડીએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ઘાયલોને પાંચ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણીના અંતે બની હતી અને શહેરના સીઝર્સ સુપરડોમ ખાતે કોલેજ ફૂટબોલ ક્વાર્ટર ફાઇનલ, ઓલસ્ટેટ બાઉલની શરૂઆતના થોડા કલાકો પહેલાં જ બની હતી, જેમાં હજારો લોકોની હાજરીની અપેક્ષા હતી.