અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ ગઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. હજુ તો ચૂંટાઈ આવ્યે 4 દિવસ પણ નથી થયા અને તે તેમણે અમેરિકાના દુશ્મનોને આડે હાથ લેવાનું શરૂ કરી દીધુ છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે અને યુક્રેનમાં યુદ્ધ આગળ ન વધારવાની સલાહ આપતા યુરોપમાં અમેરિકી સૈન્ય હજારની પણ યાદ અપાવી દીધી છે. એટલું ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી આ વાતચીતની સૂચના યુક્રેનના અધિકારીને પણ આપી દેવાઈ છે. સ્પષ્ટ છે કે યુક્રેની અધિકારીને એ અંદાજો છે જ કે ટ્રમ્પ યુદ્ધના કૂટનીતિક સમાધાન માટે પુતિન સાથે વાતચીત  કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લોરિડાના રિસોર્ટથી લગાવશે કોલ
વોશિંગ્ટન પોસ્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ 7 નવેમ્બર 2024ના રોજ પોતાના ફ્લોરિડા રિસોર્ટથી આ કોલ કર્યો હતો. આ વાતચીતમાં પુતિને પહેલા તો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી અને પછી એમ પણ કહ્યું કે તેઓ તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. આ વાતચીતમાં બંને નેતાઓએ યુરોપીયન મહાદ્વીપર શાંતિના લક્ષ્ય પર ચર્ચા કરી અને ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધના જલદી સમાધાન પર ચર્ચા  કરવા માટે આગળ વાતચીત ચાલુ રાખવામાં રસ વ્યક્ત કર્યો. 


યુદ્ધનો લાવશે અંત?
વાત જાણે એમ છે કે પોતાના રાષ્ટ્રપતિ અભિયાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધને તત્કાળ સમાપ્ત કરાવશે. પરંતુ આ લક્ષ્ય મેળવવા માટે તેમની યોજના શું છે તેનો ખુલાસો તેમણે કર્યો નહતો. હવે તેમણે પુતિન સાથે વાત કરીને યુદ્ધ આગળ ન વધારવા માટે કહ્યું છે અને યુરોપમાં અમેરિકી સૈન્ય હાજરીની યાદ પણ અપાવી છે. આવામાં લાગે છે કે ટ્રમ્પ જલદી આ મુદ્દે કામ કરશે. 


અમેરિકાના સરકારી ઈન્ટરસેપ્ટરથી કોલ નથી કરતા ટ્રમ્પ
ચૂંટણીમાં શાનદાર જીત બાદ ટ્રમ્પ અત્યાર સુધીમાં 70 દેશોના નેતાઓ સાથે વાત કરી ચૂક્યા છે. આ મામલે પરિચિત લોકોએ જાણકારી આપી છે કે વૈશ્વિક નેતાઓ સાથે ટ્રમ્પની વાતચીત શરૂઆતી કોલ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી સરકારના ઈન્ટરસેપ્ટરના સહયોગથી નથી થઈ રહી રહી. હકીકતમાં ટ્રમ્પ ટ્રાન્ઝિશન ટીમે હજુ સુધી જનરલ સર્વિસીઝ એડમિનિસ્ટ્રેશન સાથે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા નથી જે રાષ્ટ્રપતિ પદ માટે એક માનક પ્રક્રિયા છે. 


ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ કોલની લીક થયેલી ટ્રાન્સક્રિપ્ટ બાદથી તેઓ સરકારી અધિકારીઓ પર ઓછો ભરોસો રાખી રહ્યા છે અને આવામાં પરિચિત લોકો ટ્રમ્પને સીધો કોલ કરી રહ્યા છે. 


જેલેન્સ્કી સાથે પણ કરી હતી વાત
ટ્રમ્પે જે નેતાઓ સાથે વાત કરી હતી તેમાં યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પણ સામેલ છે. આ વાતચીતમાં ટેક અબજપતિ એલન મસ્ક પણ સામેલ હતા. જેમાં મસ્કે યુક્રેની રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ યુક્રેનને સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્શન પ્રદાન કરવાનું ચાલુ રાખશે.