અમેરિકામાં હાલ Xylazine નામની એક દવાએ નવી તબાહી મચાવી છે. એક નવા ડ્રગ્સ અંગે એવું કહેવાઈ રહ્યું છે કે તે માણસોને ઝોમ્બીમાં ફેરવી રહ્યો છે. આ દવાને ટ્રેંક કે ટ્રેંક ડોપ અને ઝોમ્બી ડ્રગ જેવા નામથી ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ કરનારા વ્યક્તિની ચામડી સડવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ મેગેઝીનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઝાઈલાઝીન પશુઓને બેહોશ કરવામાં ઉપયોગમાં લેવાય છે. જો કે અનેક લોકો હવે તેનો હેરોઈન જેવા ડ્રગ્સ માટે સિન્થેટિક કટિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝાયલાઝીન નામની આ ડ્રગ સૌથી પહેલા ફિલાડેલ્ફિયામાં પકડાઈ, ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં થઈને દેશભરના વિવિધ શહેરોમાં તેનો વપરાશ વધવા લાગ્યો છે. 


વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!


''કોહિનૂર ભારતને સોંપી દો'' બ્રિટનના ટીવી શોમાં ભારતીય મૂળની પત્રકાર બાખડી પડી


ઊંઘમાંથી જાગ્યો તો એક આંખની રોશની હતી ગાયબ, શું તમે પણ નથી કરતા ને આ ભૂલ?


ડ્રગ્સની શું છે અસર
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાનવરો પર Xylazine ના ઉપયોગની મંજૂરી આપી હતી. પરંતુ માણસો માટે તે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સની અસરની વાત કરીએ તો તેનો પ્રભાવ બેહોશીવાળી દવા જેવો જ છે. તેને લેનારા વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે, શ્વાસ ધીમા પડે છે અને આ સાથે ચામડીમાં ઘા થવા લાગે છે. જો આ ડ્રગ્સનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે સતત વધતા જાય છે. એક સમય એવો આવે છે જ્યારે માણસની ચામડી એ હદે સડી જાય છે કે યોગ્ય સમયે સારવાર ન મળે તો તે અંગ કાપવાની નોબત આવી જાય છે. 


આ ડ્રગ્સ અંગે અધિકારીઓની ચિંતા વધારનારી એક વાત એ છે કે ઝાયલાઝીનને જાનવરો કે માણસો માટે પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી અને હોસ્પિટલો પણ તેની તપાસ કરતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube