અમેરિકી ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયા પ્રમુખનું મોત, પેંટાગને આપી જાણકારી
અમેરિકી ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયા પ્રમુખનું મોત થયું છે. પેંટાગને જાણકારી આપી છે. અમેરિકી મીડિયાના અનુસાર સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો એક ટોચનો નેતા, માહેર અલ-અગલ, મંગળવારે સવારે અમેરિકી હવાઇ હુમલામાં મોતને ભેટ્યો છે.
US Kills Islamic State Syria Chief: અમેરિકી ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયા પ્રમુખનું મોત થયું છે. પેંટાગને જાણકારી આપી છે. અમેરિકી મીડિયાના અનુસાર સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો એક ટોચનો નેતા, માહેર અલ-અગલ, મંગળવારે સવારે અમેરિકી હવાઇ હુમલામાં મોતને ભેટ્યો છે. પેંટાગન સેંટ્રલ કમાંડના પ્રવક્તાએ એએફપીએ જણાવ્યું કે માહેર અલ-અગલ સીરિયામાં જિંદયારિસ પાસે મોટરસાઇકલની સવારી કરતી વખતે માર્યો ગયો હતો અને તેના એક ટોચના સહયોગીને ગંભીર ઇજા પહોંચી હતી.
સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે પણ પુષ્ટિ કરી છે કે અગલ ડ્રોન હુમલામાં મોતને ભેટ્યો છે. યૂએસ સેંટ્રલ કમાંડ સેંટકોમના પ્રવક્તાના અનુસાર માહેર અલ-અગલ આઇએસઆઇએસના ટોચના ચાર નેતાઓમાંથી એક હતો. નિવેદન અનુસાર અલ-અગલના એક ડેપ્યુટીને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે તે માર્યો ગયો છે કે ઘાયલ થયો છે.
આ સીરિયામાં આતંકવાદી સમૂહ વિરૂદ્ધ તાજેતરના હુમલાની કડીમાં નવો હુમલો છે. અમેરિકી સેનાના અનુસાર એક અજ્ઞાત વરિષ્ઠ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહના નેતા અને બોમ્બ નિર્માતાને ગત મહિને એક રેડમાં પકડાયો હતો. સેનાએ કહ્યુંક એ આ પહેલાં ફેબ્રુઆરીમાં ઉત્તરી પશ્વિમી સીરિયામાં યૂએસના વિશેષ બળો દ્રારા આખી રાત રેડમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી ગ્રુપના ટોચના નેતા અબૂ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીનું મોત થયું હતું. આ સમાચાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના મધ્ય પૂર્વની યાત્રા પહેલાં સામે આવ્યા છે. સાઉદી અરબ જતાં પહેલાં તે બુધવારે ઇઝરાઇલમાં બેઠક કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube