વોશિંગટનઃ અમેરિકાના વોશિંગટન રાજ્યમાં એક 18 મહિનાના બાળકને કથિત રીતે ધમકાવવા માટે પોલીસ અધિકારીએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી. Kiro7 ટીવીના જણાવ્યા અનુસાર, કિર્કલેન્ડ સિટીમાં કિંગ કાઉન્ટી પોલીસે જણાવ્યું કે, શનિવારે એક સુચનાના આધારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં દાનિયા ફર્નીચર સ્ટોરની પાસે એક જંગલી વિસ્તારમાં એક વ્યક્તિએ એક બાળકને પકડી રાખ્યો હતો અને બાળક માટે જોખમી જણાઈ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અુસાર, પોલીસે જણાવ્યું કે, તેમણે શંકાસ્પદ વ્યક્તિ સાથે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. ત્યાર પછી વ્યક્તિ નારાજ થઈ ગયો હતો અને બાળકને જોશથી પકડી લીધો હતો. આથી એક પોલીસ અધિકારીને ગોળી ચલાવવા મજબૂર થવું પડ્યું હતું. બાળકને બચાવવા માટે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારવી પડી હતી. 


કિર્કલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટના સાર્વજનિક સુચના અધિકારીના હવાલાથી કહેવાયું છે કે, "અધિકારીને બાળકના જીવ પર જોખમ લાગ્યું હતું. આથી બાળકને ગંભીર રીતે ઘાયલ થવા અંગે કે તેને મારતા બચાવવા માટે પોલીસ ગોળી ચલાવવા મજબૂર બની હતી." કિંગ કાઉન્ટી શેરિફ વિભાગ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....