નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર આજે ન માત્ર દેશભરમાં પરંતુ વિશ્વભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દિવાલી ઉજવી હતી. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયાની સાથે વ્હાઇટ હાઉસમાં દિવડા પ્રગટાવ્યા અને સાથે લોકોને શુભકામનાઓ આપી હતી. 


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે દીપ પ્રગટાવીને પોતાના સંબંધો અને સંસ્કૃતિને મજબૂત થવાની કામના કરીએ છીએ. આ દિવાળી બધા માટે આશા લઈને આવે અને હું બધાને દિવાળીની શુભેચ્છા આપુ છું.'


પાકિસ્તાને પીએમ મોદી માટે એર સ્પેસ ખોલવાનો કર્યો ઇનકાર