વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને ભયાનક હાલાત ગણાવ્યાં છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મામલે રિપોર્ટ જોઈ રહ્યાં છે અને જલદી એક નિવેદન જારી કરશે. અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા રોબર્ટ પાલાડિનોએ ભારત પ્રત્યે સંપૂર્ણ સમર્થન જતાવતા કહ્યું કે આતંકી હુમલા માટે જે પણ જવાબદાર છે તેમને સજા આપો. આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પોતાના ઓફિસમાં મીડિયાને કહ્યું કે દક્ષિણ એશિયાના બંને પાડોશી દેશો જો સાથે આવશે તો સારું રહેશે. 


એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મેં જોયું છે. મને તેના પર બધા રિપોર્ટ મળ્યાં છે. આ મામલે યોગ્ય સમય આવશે ત્યારે અમે જવાબ આપીશું. આ આતંકી હુમલો એક ભયાનક સ્થિતિ હતી. અમને રિપોર્ટ મળી રહ્યાં છે અમે આ અંગે નિવેદન જારી કરીશું. 


એક અન્ય પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ભારત સરકાર સાથે સતતસંપર્કમાં છે. અમે શોક સંવેદનાની સાથે સાથે તેમને ભરપૂર સમર્થન આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે અને જે પણ જવાબદાર છે તેમને સજા કરે. 


અત્રે જણાવવાનું કે આતંકી હુમલા બાદ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને આત્મરક્ષા માટે ભારતના અધિકારનું સમર્થન કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીયો, બોલ્ટન અને વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે અલગ અલગ નિવેદનોમાં પાકિસ્તાનને જૈશ એ મોહમ્મદ અને તેના ચીફ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું હતું.