નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે હનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનને લઈને અમારી પાસે ખુબ જ સારા સમાચાર છે. બંને દેશો તે તરફ આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે અમે તેમા સામેલ છીએ અને બંને દેશોને રોકી દેવાયા છે. આશા છે કે લાંબા સમયથી, દાયકાઓથી ચાલતી આ તણાવની સ્થિતિ જલદી ખતમ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, કરાચીમાં પ્રશાસનિક ઈમરજન્સી


અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ મોહમ્મદ વિરુદ્ધ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલાત પર ચિંતા વ્યક્ત કરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પુલવામા આતંકી હુમલા  બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલાત ખુબ ખતરનાક થઈ ગયા છે. આ ખુબ જ ખરાબ સ્થિતિ છે અને અમે ઈચ્છીએ છીએ કે તે ખતમ થાય. 


પુલવામા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં  આવેલી ભારતીય વાયુસેનાની કાર્યવાહીને અમેરિકાએ પણ સમર્થન આપ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ફોન પર વાત કરી અને આ દરમિયાન તેમણે જૈશ વિરુદ્ધ ભારત દ્વારા કરાયેલી કાર્યવાહીનું સમર્થન પણ કર્યું. તેમણે ડોભાલને કહ્યું કે પાકિસ્તાનની જમીન પર જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર ભારતની કાર્યવાહીનું અમેરિકા સમર્થન કરે છે. 


નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી 'ખુલ્લી છૂટ'


આ ઉપરાંત સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા અને તેને બ્લેક લિસ્ટ કરવા માટે સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિમાં પ્રસ્તાવ મૂક્યો છે. જેને ભારતની મોટી કૂટનીતિક જીત ગણવામાં આવી રહી છે. જો કે હજુ ચીને કોઈ પ્રતિક્રિયા આપી નથી. પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કરાયો છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...