ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દ્વારા કોરોના મહામારીના અંતનો દાવો કરાયો હતો અને તેને લગતુ નિવેદન પણ આપવામાં આવ્યું. ત્યારે આ નિવેદનની થોડી મિનીટ બાદ જ તેઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સ (Hope Hicks) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પની સાથે કરી હતી મુસાફરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો. હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus Test) આવ્યા બાદ સૌનું ધ્યાન હવે ટ્રમ્પ તરફ છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે માહિતી આપી કે, હિક્સનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ પણ પોતાનો COVID-19 ટેસ્ટ કરાવ્યો હતો. 


આ પણ વાંચો : મરતા પહેલા ઈલાબેન 7 લોકોને જીવાડતા ગયા અને આપણને જીવનનો સૌથી મોટો સબક શીખવાડતા ગયા...


ટ્રમ્પના જમાઈ પણ હિક્સ સાથે હતા
હિક્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તે અનેક લોકોને મળી હતી. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, ડેન સ્કૈવિનો અને નિકોલસ લૂનાની સાથે મરીન વનમાં હિક્સ છેલ્લીવાર જોવા મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેમાંથી કોઈએ પણ ચહેરા પર માસ્ક પહેર્યું ન હતું. 


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર લાડીલા બાપુની જન્મ જયંતી સાદગીથી ઉજવાઈ


વ્હાઈટ હાઉસને લઈને અટકળો
પ્રાપ્ત માહિતી અનુસાર, હિક્સને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં કોઈ ખાસ પગલા લેવામાં આવ્યા નથી. જોકે, વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૂડ ડીરે કહ્યું કે, રાષ્ટ્રપતિ પોતાની સાથે અમેરિકન લોકો માટે કામ કરનારા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગંભીર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની સાથે યાત્રા કરનારા લોકોને હંમેશા સાવધાની રાખવાનું કહે છે. 


આ પણ વાંચો : ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, અમદાવાદમાં બન્યો રસપ્રદ બનાવ