વોશિંગ્ટન: હાલમાં જ એવા ખબર હતા કે અમેરિકામાં 17 વર્ષ બાદ એક ખાસ પ્રકારના કીડા જમીનની બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે આ કીડા એક અન્ય કારણથી પણ ચર્ચામાં છે. કારણ કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પહેલા વિદેશ પ્રવાસમાં ખલેલ પહોંચાડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા ઘેરો તોડીને કીડો બાઈડેન પાસે પહોંચ્યો
POLITICO માં પ્રકાશિત એક અહેવાલ મુજબ બુધવારે પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે જો બાઈડેન જોઈન્ટ બેસ એન્ડ્ર્યૂઝ (Joint Base Andrews) પહોંચ્યા હતા. ત્યાં વાયુસેનાના ઓફિસરો સાથે વાતચીત દરમિયાન એક સિકાડા કીડો બાઈડેનના ગળા પર આવીને બેસી ગયો. તમામ સુરક્ષા ઘેરો તોડીને કીડો બાઈડેન પાસે પહોંચી ગયો જેને અમેરિકી રાષ્ટ્રપતિએ પોતે હટાવ્યો. 


કીડાના હુમલા બાદ બાઈડેને શું કહ્યું?
ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે સિકાડાથી સાવધ રહો. હમણા જ તે મારા પર બેસી ગયો હતો. જો બાઈડેનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube