Coronavirus આખરે લેબમાં બન્યો કે પ્રાણીમાંથી આવ્યો? જો બાઈડને કહ્યું- 90 દિવસમાં આપો રિપોર્ટ
ચીનનું હવે આવી બન્યું સમજો! દુનિયાભરના દેશોને શક છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન સ્થિત લેબમાં થઈ છે. જો કે ચીન શરૂઆતથી આ વાતને નકારી રહ્યું છે.
વોશિંગ્ટન: કોરોના વાયરસની ઉત્પતિ (Coronavirus Origin Theory) પર હજુ અમેરિકાની ઈન્ટેલિજન્સ કમ્યુનિટી હજુ કોઈ એક તારણ પર પહોંચી નથી કે આખરે આ વાયરસ પ્રાણીમાંથી માણસમાં આવ્યો કે પછી લેબમાં બન્યો. આ બધા વચ્ચે કોઈ તારણ પર પહોંચવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden Orders Probe) દેશની ઈન્ટેલિજન્સ કમ્યુનિટીને 90 દિવસનો વધુ સમય આપ્યો છે. 90 દિવસની અંદર ઈન્ટેલિજન્સ કમ્યુનિટીએ પોતાનો રિપોર્ટ સબમિટ કરવો પડશે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને આપ્યો આદેશ
કોરોનાની ઉત્પતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ અમેરિકી ઈન્ટેલિજન્સ કમ્યુનિટીનો એક વર્ગ માને છે કે કોરોના વાયરસ પ્રાણીમાંથી માણસમાં આવ્યો જ્યારે એક બીજો વર્ગ માને છે કે કોરોના વાયરસ લેબ એક્સિડન્ટથી ઉત્પન્ન થયો એટલે કે લેબમાં માણસે બનાવ્યો અને ભૂલથી ફેલાઈ ગયો.
Russia: મજાક મસ્તીમાં યુવકે યુવતીને માથામાં ગોળી મારી દીધી, CCTV માં કેદ થઈ ઘટના
કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ
અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યાં મુજબ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીના બે વર્ગ જે માને છે તેના હજુ તેમની પાસે કોઈ પાક્કા પુરાવા નથી. આથી હાલ કહી શકાય નહીં કે કોણ સાચુ છે.
PNB કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી ડોમિનિકાથી ઝડપાયો, એન્ટીગુઆથી થયો હતો ગાયબ
દુનિયાભરના દેશોને શક છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન સ્થિત લેબમાં થઈ છે. જો કે ચીન શરૂઆતથી આ વાતને નકારી રહ્યું છે. ચીન પર કોરોના સંબંધિત જાણકારીઓ છૂપાવવાનો પણ આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube