વોશિંગ્ટન: કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે આગામી 24થી 36 કલાકની અંદર એરપોર્ટ પર ફરી આતંકી હુમલો થઈ શકે છે. તેમણે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે સૈન્ય કમાન્ડરે તેમને જાણકારી આપી છે કે અમેરિકી સૈનિકો અને નાગરિકો પર આગામી 24થી 36 કલાકમાં વધુ એક ઘાતક આતંકી હુમલો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી રાષ્ટ્રપતિએ કાબુલમાં વધુ એક આતંકી હુમલા અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ત્યાંની સ્થિતિ ખુબ ખતરનાક છે અને આતંકી હુમલાનું જોખમ ખુબ વધુ છે. મારા કમાન્ડોઝે મને જણાવ્યું છે કે આગામી 24થી 36 કલાકની વચ્ચે ત્યાં એક વધુ આતંકી હુમલો થઈ શકે છે. 


Kabul Blast બાદ અમેરિકા એક્શનમાં, 36 કલાકની અંદર US એ ISIS પર કરી એર સ્ટ્રાઈક


બાઈડેને કહ્યું કે કાબુલમાં થયેલા હુમલા માટે જવાબદાર લોકો પર આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે મે મારી નેશનલ સિક્યુરિટી ટીમ સાથે બેઠક કરી છે. જેમાં અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ-કે પર હવાઈ હુમલા અંગે ચર્ચા થઈ. મે તેમને કહ્યું કે કાબુલમાં આપણા સૈનિકો અને નિર્દોષોના જીવ લેનારા આતંકી સંગઠન પર કાર્યવાહી ચાલુ રાખીશું. 


Kabul બ્લાસ્ટમાં મોટો ખુલાસો, ષડયંત્રમાં સામેલ IS-KP ચીફનું Pakistan સાથે કનેક્શન આવ્યું સામે


બાઈડેને કહ્યું કે અફઘાનિસ્તાનના નાંગહાર પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટ-કે પરનો હુમલો છેલ્લો નહતો. અમેરિકી સૈનિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડનારાઓ એ તેની કિંમત ચૂકવવી પડશે. બાઈડેને કાબુલમાં જીવ ગુમાવનારા 13 સૈનિકોને શનિવારે શ્રદ્ધાંજલિ પણ આપી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube