વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચેની મડાગાંઠ ચાલુ છે. રશિયાએ યુક્રેનની સરહદની આસપાસ સૈનિકો તૈનાત કર્યા છે. આ દરમિયાન યુક્રેનને સમર્થન આપતા અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો રશિયા સાથે વાતચીત દ્વારા ઉકેલ શોધવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે નથી ઈચ્છતા સંઘર્ષ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયાને ચેતાવણી આપતાં એક પછી એક પછી એક ટ્વિટ કર્યા છે. "તેમણે કહ્યું અમે સંઘર્ષ ઇચ્છતા નથી, પરંતુ યુક્રેન પર આક્રમણ કરવા માટે રશિયાના કારણોને પણ યોગ્ય ગણી શકાય નહીં," તેમછતાં જો રશિયા તેની યોજનાઓને વળગી રહેશે, તો તે વિનાશક અને બિનજરૂરી યુદ્ધ માટે જવાબદાર રહેશે.


યુક્રેનને ઉશ્કેરવાના થઈ રહ્યા છે પ્રયાસો
અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું છે કે અમે યુક્રેનને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહેલા રશિયા સમર્થિત લડવૈયાઓના અહેવાલો જોયા છે. આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે. રશિયા પહેલા પણ આવી રમતો રમતું આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ યુક્રેનના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. અમે તેના કાર્યો માટે રશિયાને જવાબદાર ઠેરવીશું. જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો પશ્ચિમી દેશો રશિયા પર આકરા પ્રતિબંધો લાદવા તૈયાર છે.

યુક્રેનમાં કાર બ્લાસ્ટ, શું શરૂ થઇ ચૂક્યું છે રશિયાનું 'ફોલ્સ ફ્લેગ' ઓપરેશન?


વાતચીત વડે નિકાળી શકાય સમાધાના
તેમણે કહ્યું કે વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા જ લાવી શકાય છે. હજુ પણ મોડું નથી થયું. રશિયા હજુ પણ રાજદ્વારી માધ્યમથી આ સમસ્યાનો ઉકેલ પસંદ કરી શકે છે. બાઇડને કહ્યું કે દક્ષિણમાં રશિયન સૈનિકો હજુ પણ કાળા સમુદ્રની નજીક બેલારુસમાં તૈનાત છે. તેઓએ યુક્રેનને ઘેરી લીધું છે. રશિયાની સેના આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.

યુક્રેનમાં સ્થિતિ ગંભીર, યુએસ બોમ્બર B-52ની તૈનાતી વચ્ચે રશિયાએ કર્યું પરમાણુ શક્તિનું પ્રદર્શન


યુક્રેનને આપવામાં આવશે પેકેજ
તો બીજી તરફ વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો અમેરિકા અને તેના સહયોગી યુક્રેનને પેકેજ પર વિચાર કરી રહ્યા છે. રશિયા સાયબર સ્પેસમાં ખૂબ જ આક્રમક પગલાં લઈ રહ્યું છે. વોશિંગ્ટન આ માટે રશિયાની જવાબદારી નક્કી કરવા માંગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube